અમદાવાદ : ગુજરાતમાં પેપર ફુટવાનો સિલસિલો અટકવાનું નામ નથી લઇ રહ્યો. એક પછી એક સ્પર્ધાત્મક પરીક્ષાના પેપર ફુટતા રહ્યા છે. ગુજરાતમાં પેપર ફોડવાનું આખુ નેક્સસ બહાર આવ્યું છે. જેના કારણે ગુજરાતમાં સરકારની ભારે થું થું થઇ હતી. જો કે હવે રાષ્ટ્રીય સ્તરે ગુજરાતનું થુંથું થાય તેવી ઘટના બની છે.
ADVERTISEMENT
ગુજરાત જાણે કે પેપર ફુટવાનું હબ બની રહ્યું છે
બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયા દ્વારા લેવામાં આવતી પરીક્ષાનું પેપર પણ ફુટી ગયું હતું. તેના જવાબો અને પેપર તમામ વસ્તુ વાયરલ થઇ રહી હતી. જેના સ્ક્રિનશોટ વાયરલ થવાને કારણે હડકંપ મચી ગયો હતો. બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયા અને ગુજરાત બંન્ને હરકતમાં આવ્યા હતા. તત્કાલ કાર્યવાહી પણ આરંભી દેવામાં આવી હતી.
બાર કાઉન્સિલે સમિતીની રચના કરી 7 દિવસમાં રિપોર્ટ માંગ્યો
બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયાના પ્રમુખે સમગ્ર ઘટના અંગે અહેવાલ માંગ્યો હતો. તેમણે 3 સભ્યોની કમિટીની રચના કરી હતી. જે આ સમગ્ર મામલે તપાસ કરીને 7 દિવસની અંદર રિપોર્ટ સોંપશે. આ સમિતીમાં ગુજરાત હાઇકોર્ટના રિટાયર્ડ જસ્ટિસ ઉપાધ્યાયની અધ્યક્ષતામાં તપાસ કરવામાં આવશે. આ ઉપરાંત GNLU ના એસ.સાંથા પણ સમગ્ર મામલે સહયોગ આપશે. પેપર ફોડનારાઓ વિરુદ્ધ અહેવાલ આવ્યા બાદ કડકમાં કડક કાર્યવાહી પણ થશે. જો કે ગુજરાતમાં આ પેપર ફુટતા હવે ન્યાયપાલિકાના પેપર પણ સલામત નથી તેવો ઘાટ સર્જાયો છે.
ADVERTISEMENT