ગાંધીનગર : રખડતા મુદ્દે ઢોર મુદ્દે હાઇકોર્ટ દ્વારા ભારે ઝાટકણી કાઢવામાં આવી હોવાના કારણે સરકારે મને કમને નિર્ણય લીધો હતો. રખડતા ઢોર પર કાર્યવાહી શરૂ કરી હતી. ચૂંટણી નજીકમાં હોવા છતા માલધારી સમાજનો રોષ વહોરીને પણ કાર્યવાહી કરવી પડી હતી. કારણ કે 56 થી વધારે નાગરિકોના મોતના કારણે સલોકોમાં પણ ભારે રોષ જોવા મળે છે. ઢોર નિયંત્રણ કાયદ, ગૌચર જમીન પરના દબાણો દુર કરવા સહિતના અનેક આક્રમક પગલા લેવામાં આવ્યા હતા.
ADVERTISEMENT
માલધારી સમાજે સરકાર સામે બાંયો ચડાવી
જો કે હવે માલધારી સમાજ પણ લડી લેવાના મુડમાં જોવા મળી રહ્યો છે. આગામી 22 અને 23 સપ્ટેમ્બરે વિધાનસભાનું આગામી સત્ર છે ત્યારે માલધારી સમાજ દ્વારા આખી વિધાનસભા ઘેરવામાં આવશે. આશરે 1 લાખથી પણ વધારે માલધારીઓ વિધાનસભાને ઘેરવા માટે ગાંધીનગર ઉમટી પડે તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. આ અગાઉ રણનીતિના ભાગરૂપે ગાંધીનગર નજીક આવેલા ટીંટોળા વડવાળા મંદિર ખાતે મોટી સંખ્યામાં માલધારીઓ ઉમટી પડશે.
સરકાર માત્ર માલધારી સમાજ જ નહી પરંતુ હાઇકોર્ટને પણ ગુમરાહ કરે છે
જો કે આ અંગે માલધારી સમાજનો આક્ષેપ છે કે, સરકાર માત્ર માલધારી સમાજને નહી પરંતુ હાઇકોર્ટને પણ ગુમરાહ કરે છે. હાઇકોર્ટમાં સરકાર ખોટા એફિડેવિટ રજુ કરે છે. એક તરફ માલધારી સમાજના આગેવાનો સાથે તસ્વીરો પડાવે છે અને બીજી તરફ માલધારી સમાજની વિરુદ્ધ જ કાર્યવાહી કરે છે. માટે માલધારી સમાજને આગામી ત્રણ મહિનામાં આવી રહેલી ચૂંટણી પરત્વે સજાગ રહેવા માટેની અપીલ કરવામાં આવે છે. માલધારી સમાજના અનેક પ્રશ્નો વર્ષો વર્ષોથી પડ્યાં છે. સરકાર તેનો ઉકેલ તો નથી લાવી રહી પરંતુ હવે તો સ્થિતિ એવી આવી છે કે, સરકાર પોતે માલધારી સમાજ માટે પ્રશ્નો પેદા કરે છે.
ADVERTISEMENT