અમદાવાદ: રાજ્યમાં સટ્ટાબાજોનું નેટવર્ક ખૂબ આગળ વધી રહ્યું છે. એક તરફ IPL છે ત્યારે બીજી તરફ ચૂંટણીના પરિણામો પણ આવવાની તૈયારીમાં છે. આદરમિયાન હવે સટ્ટા પણ સતત ડિજિટલ થઈ રહ્યા છે. હવે ફોન પર સટ્ટો રમવો જૂની વાત થઈ ચૂકી છે. સટ્ટાબાજીની અંડરવર્લ્ડ સમર્પિત એન્ડ્રોઇડ એપ્લિકેશન્સ અને સ્થાનિક રીતે હોસ્ટ કરેલી વેબસાઇટ્સ વિકસાવવા માટે કુશળ કોડર્સની પસંદગી કરવામાં આવે છે. જે વિવિધ પ્લેટફોર્મ્સ પર અપ્રતિબંધિત સટ્ટાબાજીને શરૂ કરે છે. અને સટ્ટાનું નેટવર્ક મજબૂત બનાવે
ADVERTISEMENT
ડબ્બા ટ્રેડિંગ ઓપરેટરોએ તેમની કસ્ટમાઇઝ્ડ એપ્સ બનાવીને એક પગલું આગળ વધાર્યું છે. ત્યારપછી આ એપ્લિકેશનો કે વેબસાઈટોને ઓપન કરી લોકોના ટ્રેડિંગ માટે સુરક્ષિત રાખવા ટેલિગ્રામ ચેનલો પર શેર કરે છે. સાયબર ક્રાઇમ અધિકારીઓ જણાવે છે કે હવે ડિજિટલ યુગમાં આ પ્રમાણે સટ્ટાબાજી થવા લાગી છે. આ પ્રકારના સટ્ટાને રોકવા પોલીસતંત્ર એક્શન મોડપર જોવા મળી રહ્યું છે. ગુજરાત CIDએ લોકલ પ્રોગ્રામરો દ્વારા બનાવવામાં આવેલી 90 વેબસાઇટ્સ અને એપ્લિકેશન્સની ઓળખ કરી દીધી છે. વિભાગે તાત્કાલિક ગૃહ મંત્રાલયને સૂચના આપી કે આ મુદ્દાને અસરકારક રીતે ઉકેલવા માટે નિર્ણાયક કાનૂની પગલાં લેવા જરૂરી છે.
હવે ઓનલાઈન એપ થી સટ્ટાનું નેટવર્ક
ગુજરાતમાં સટ્ટાનું નેટવર્ક દુબઈથી ધમધમતું હોય તેવી અનેક વખત અટકળો સામે આવી ચૂકી છે. આ દરમિયાન ત્યારે સીઆઈડીના અધિકારીએ કહ્યું કે UAEમાં ગેમ્બલિંગ વેબસાઈટ અને સટ્ટાબાજી માટે લિગલ પરમિશન મળી ગઈ છે. જેથી કરીને માફિયાઓ આનો ખોટો ઉપયોગ કરી રહ્યા છે. ભારતમાં આ અંગે હજુ વધારે કડક કાર્યવાહી થઈ રહી નથી, તેનો ફાયદો ઉઠાવી અહીં સાયબર ક્રાઈમ વધી રહ્યા છે. તથા ઓનલાઈન લોકલ બેટિંગ એપ્લિકેશન દ્વારા સટ્ટાબાજીનું નેટવર્ક ચાલી રહ્યું છે.
સ્થાનિક ડેવલોપરને કરે છે હાયર
સટ્ટાબાજો પોતાના નેટવર્કને ધમધંતૂ રાખવા માટે તથા તેમની ગેરકાયદેસર પ્રવૃત્તિઓને સરળ બનાવવા માટે નવી નવી તરકીબો અપનાવી રહ્યા છે. ત્યારે હવે સટ્ટાબાજો સ્થાનિક સોફ્ટવેર ડેવલપર્સ, ગ્રાફિક ડિઝાઇનર્સ અને વેબ ડેવલપર્સને હાયર કરે છે. તેઓને તેમની એપ્સ અને વેબસાઇટ બનાવવા માટે રૂ. 5,000 થી રૂ. 10,000 સુધીની સામાન્ય રકમ ચૂકવે છે અને વેબસાઇટ તૈયાર કરી અને પોતાનો ખેલ શરૂ રાખે છે. સ્ટેટ મોનિટરિંગ સેલના અધિકારીએ જણાવ્યું કે હવે સ્કિલબેઝ્ડ ફેન્ટસી ગેમિંગ એપ્લિકેશનને સટ્ટાબાજીની એપ્લિકેશનથી કેવી રીતે અલગ પાડી શકાય એ મોટો પ્રશ્ન છે. આ અંગે કોઈ યોગ્ય વ્યાખ્યા હજુ સ્પષ્ટ થઈ નથી.
સેબીએ ડબ્બા ટ્રેડિંગ પર પ્રતિબંધ લગાવ્યો છે.
ડબ્બા ટ્રેડિંગ અંગે પોલીસ અધિકારીઓ અને CIDના અધિકારીઓને શંકા છે કે આના તાર દુબઈ સુધી જોડાયેલા છે. આ રેકેટમાં ગેરકાયદેસર રીતે કામ કરી રહેલા લોકો તેમના મુંબઈ અને દુબઈમાં તેમના બોસની સૂચનાઓનું પાલન કરી રહ્યા છે. સિક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઈન્ડિયા (સેબી) દ્વારા ડબ્બા ટ્રેડિંગ પર પ્રતિબંધ છે.
ADVERTISEMENT