Ram Mandir Inauguration: 22મી જાન્યુઆરી સમગ્ર દેશ માટે એક મોટો દિવસ છે. આ દિવસે ભગવાન રામ અયોધ્યાના રામ મંદિરમાં બિરાજમાન થશે. 22 જાન્યુઆરીએ અયોધ્યામાં મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી, સેંકડો VVIP અને હજારો ભક્તો હાજરી આપે તેવી અપેક્ષા છે. અયોધ્યા રામ મંદિરના ઉદ્ધાટનને ધ્યાનમાં રાખીને રેલવે દ્વારા પણ ભક્તોને કોઈ તકલીફ ન પડે તેવી વ્યવસ્થા કરવામાં આવી છે. રેલવે દ્વારા અયોધ્યા માટે અમદાવાદ, ભાવનગર, રાજકોટ અને સુરતથી આસ્થા’ ટ્રેન દોડાવવાનો નિર્ણય કરાયો છે. આ અંગે રાજ્યકક્ષાના રેલવે મંત્રી દર્શના જરદોશે જાણકારી આપી છે.
અયોધ્યા માટે શરૂ થવા જઈ રહી છે આસ્થા ટ્રેન
દર્શનાબેન જરદોશે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ (અગાઉ ટ્વિટર) પર પોસ્ટ કરીને આ માહિતી આપી છે. તેમણે લખ્યું છે કે, ‘ ચાલો અયોધ્યા જઈએ…આરાધ્ય દેવ પ્રભુ શ્રી રામની નગરી અયોધ્યા માત્ર ભરત જ નહીં, પરંતુ સમગ્ર વિશ્વમાં આકર્ષણનું કેન્દ્ર બની રહ્યું છે. લાખો કરોડો શ્રદ્ધાળુઓની અયોધ્યા જવાની ઈચ્છા છે, ત્યારે વિવિધ શહેરોમાંથી સીધા અયોધ્યા માટે આસ્થા ટ્રેન શરૂ થવા જઈ રહી છે. જે આ પ્રકારે છે.’
ADVERTISEMENT
ADVERTISEMENT