મહીસાગર : જિલ્લામાં સમૃદ્ધ કરદાતા ખેડૂતોએ પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાના સરકારના વાર્ષિક છ હજાર રૂપિયા પણ ન છોડતા સરકાર એક્શન મોડમાં આવી છે. આવા સદ્ધર ખેડૂતો પાસેથી રિકવરી શરૂ કરવામાં આવી છે. મહીસાગર જિલ્લામાં સમૃદ્ધ કરદાતાઓએ ખેડૂત બનીને પ્રધાનમંત્રી સન્માન નિધિ યોજનાનો લાભ લીધો છે. સદ્ધર હોવા છતાં સરકારના વાર્ષિક છ હજાર રૂપિયા પણ નથી છોડ્યા ત્યારે મહિસાગર જિલ્લામાં આવા લાભર્થીઓ છે કે જે સમૃદ્ધ હોવા છતાં સરકાર દ્વારા ચલાવવામાં આવતી કિસાન સન્માન નિધિ યોજનોનો લાભ લીધો છે. આ સમગ્ર ભેદ ખુલતા સરકાર એક્શન મોડમાં આવી ગઈ છે. આવા સદ્ધર કરદાતા ખેડૂતો પાસથી રીકવરી કરવાના આદેશ આપવામાં આવતા રિકવરી શરૂ કરવામાં આવી છે.
ADVERTISEMENT
ગરીબ ખેડૂતો માટે લવાયેલી યોજનાનો અમીર ખેડૂતો લાભ ઉઠાવી રહ્યા છે
સમગ્ર દેશમાં કેન્દ્ર સરકાર દ્વારા ખેડૂતોના ઉત્થાન માટે ખેડૂતોને દર વર્ષે ત્રણ હપ્તામાં છ હજાર રુપિયા સીધા ખેડૂતના ખાતામાં જમા કરતી પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના અમલમાં છે. ત્યારે આ યોજનામાં મહીસાગર જિલ્લામાં ગેરરીતિ સામે આવી છે. જિલ્લામાં ઇન્કમટેક્સ ભરતા, સરકારી કર્મચારી, 10 હજારથી વધુ રૂપિયાનું પેન્શન લેનાર અને લાખો રૂપિયા કામનાર લોકોએ સામાન્ય ખેડૂતની જેમ પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાનો લાભ મેળવ્યો હોવાનું તપાસમાં બહાર આવતા તંત્ર એક્શન મોડમાં આવી ગયુ છે. ખોટી રીતે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત રૂપિયા લેનાર પાસેથી હવે રીકવરી કરવાના આદેશ કરી દેવામાં આવ્યા છે.
મહીસાગર જિલ્લામાં અનેક ખેડૂતોએ ખોટી રીતે લાભ ઉઠાવ્યો
મહીસાગર જિલ્લામાં પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત 2 લાખ 26 હઝાર 136 ખેડૂતો આ યોજના માટે નોંધાયેલ છે કેન્દ્ર સરકારે આ યોજનાની પારદર્શિતા માટે ઇ કેવાયસી કરવાનો આદેશ આપ્યો છે, ત્યારે મહીસાગર જિલ્લામાં ઇન્કમટેક્સ ભરતા, સરકારી કર્મચારી, અને પેન્શનર મળી 6218 ખુડુતો કે જેમણે કેન્દ્ર સરકારની પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાનો લાભ લીધો છે. આ તમામના ખાતામાં રૂપિયા જમા થતા સરકારના કરોડો રૂપિયા સદ્ધર ખેડૂતો પાસે જમા થઈ ગયા છે.
સરકાર દ્વારા આ યોજના માટે ગાઇડલાઇન બહાર પડાઇ
જેથી સરકાર દ્વારા ખરેખર લાભ અપાય તેવા ખેડૂતોને લાભ આપવા માટે સદ્ધર ખેડૂતોના ખાતામાં જમા થયેલ રૂપિયા પરત લેવા રિકવરી શરૂ કરી દેવામાં આવી છે. સરકાર દ્વારા આ યોજના લાભ માટે ગાઈડલાઈન પણ બહાર પાડેલ છે, તેમ અને હવે સરકાર દ્વારા સાચા ખેડૂતો કે જેમને આ યોજના થકી મળતા રૂપિયા ખેતી માટે ઉપયોગી છે. સાચા ખેડૂતને જ લાભ મળે તે માટે સરકાર હવે બાયોમેટ્રિક ઇ કેવાયસી શરૂ કર્યું છે. જે અંતર્ગત ખેડૂતો આ યોજનાનો લાભ લેવા 31 ડિસેમ્બર સુધી ઇ-કેવાયસી કરાવી લેવાનું રહશે. સદ્ધર હોવા છતાં પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાનો લાભ લેનાર ખેડૂતોના નામનું લિસ્ટ સંબધિત બેંકમાં મોકલી દેવામાં આવ્યું છે. જ્યાંથી લાભ લેનારના ખાતામાંથી લાભ લીધેલ રૂપિયાની રિકવરી કરવામાં આવશે.
ADVERTISEMENT