ગાંધીનગરઃ ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં લાબાં સમયથી રાજકીય ધમાસાણ ચાલ્યા પછી હવે આજે પરિણામનો દિવસ છે. આજે કોણ કેટલું પાણીમાં છે તે પાણી જનતાએ માપી નાખ્યું છે. મતગણતરી આજે ચાલી રહી છે જેમાં લગભગ બપોર સુધીમાં ગુજરાતની વિધાનસભા બેઠકોનું ચિત્ર સ્પષ્ટ થઈ જશે. જોકે રાજકીય પાર્ટીઓમાં કોણ આગળ કોણ પાછળ તે આપ સતત ન્યૂઝ સાથે અપડેટ રહીને જાણી રહ્યા છો ત્યારે એક નજર આપણે નોટા તરફ પણ કરી લઈએ. આ એવા મત છે કે જેમને ઉમેદવાર તરીકે ઊભેલા પોતાની બેઠકના એક પણ ઉમેદવાર પસંદ નથી અને પોતે ઉપરોક્ત પૈકી કોઈને પણ મત આપી રહ્યા નથી તે પ્રમાણે તેઓ નોટાને મત આપે છે.
ADVERTISEMENT
ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં ગત 2017માં 5 લાખથી વધારે મત નોટામાં પડ્યા હતા. બહુ મોટો વોટ શેર નોટા પોતે પણ ધરાવે છે તેવું તે ચૂંટણી દરમિયાન સામે આવ્યું હતું. હવે આ વખતે પણ કઈ પાર્ટી અને નોટા પાસે કેટલો વોટશેર છે તે જાણીએ તો 10.30 સુધીની સ્થિતિએ ગુજરાતમાં તમામ બેઠકો પર ભાજપ 150 બેઠકો પર લીડ કરી રહી છે જેમાં ભાજપના ખાતે 53.8 ટકા વોટ શેર જોવા મળ્યો છે. આ તરફ કોંગ્રેસ ફરી બીજા નંબર પર જોવા મળી છે પરંતુ વોટ શેરમાં મોટો ફેર જોવા મળી રહ્યો છે. કોંગ્રેસ પાસે 26.6 ટકા વોટશેર સાથે કોંગ્રેસ 18 બેઠકો પર લીડ કરી રહી છે. આ તરફ સમાજવાદી પાર્ટી પણ એક બેઠક પર લીડ કરી રહી છે. અન્ય પાસે આમ તો કુલ વોટશેર હાલ 3.7 ટકા જેટલો છે. આ તરફ નોટા પર 102,707 મત પડી ચુક્યા છે. મતલબ કે કુલ મતદાનના 1.65 ટકા વોટ શેર હાલ નોટામાં રહ્યો છે.
ADVERTISEMENT