અમદાવાદ : જામનગરની 80 જામજોધપુર વિધાનસભા વિસ્તારમાં આવતી ધ્રાફા ગામના આશરે 2000 લોકોએ મતદાનનો બહિષ્કાર કર્યો હતો. અહીં સવારથી માંડીને આજ દિન સુધી એક પણ મત પડ્યો નથી. અત્યાર સુધી પુરૂષ અને મહિલાઓ માટે અલગ અલગ મતદાન મથક બનાવવામાં આવતા હતા. જો કે આ વખતે ચૂંટણી પંચે આ મહિલા અને પુરૂષો માટે એક જ બુથ બનાવ્યું છે. આ મુદ્દે ગામના લોકોમાં નારાજગી છે. ગામના તમામ લોકોએ મતદાનનો વિરોધ કર્યો હતો.
ADVERTISEMENT
જામનગરના ગામે પુરૂષ સ્ત્રીના અલગ બુથ મુદ્દે બહિષ્કાર કર્યો
ગામના લોકો સાથે વાતચીત કરતા તેમણે જણાવ્યું કે, આ મુદ્દે ચૂંટણી પંચે માહિતી પણ આપવામાં આવી હતી પરંતુ કોઇ નિર્ણય આવ્યો નહોતો. જેના કારણે ગામના લોકોએ સ્પષ્ટ રીતે મતદાનનો બહિષ્કાર કર્યો હતો. જેથી સવારથી સાંજે 5 વાગ્યા સુધીમાં એક પણ મત પડ્યો નથી.
આદિવાસી વિસ્તારમાં સૌથી વધારે મતદાન પરંતુ આ ગામમાં એક પણ મત ન પડ્યો
બીજી તરફ મતદાનમાં આદિવાસી વિસ્તારોમાં સૌથી વધારે મતદાન જોવા મળ્યું હતું. ડાંગ વિધાનસભા બેઠક પરના મોટી દબાસ ગામના લોકોએ મતનો બહિષ્કાર કર્યો હતો. મોટી દબાસ ગામના લોકોએ પહેલા જ ચિમકી આપી હતી કે, અમને જો પુલ નહી મળે તો અમે મતદાન નહી કરીએ. જો કે તંત્ર અને સરકાર આ ગામના લોકોને વિશ્વાસમાં લેવામાં નિષ્ફળ રહેતા આખરે આ ગામમાંથી પણ એક પણ મત મળ્યો નહોતો. ગામના લોકોએ મત નહી તો વોટ નહીના બેનર લગાવીને પહેલાથી જ બહિષ્કાર કર્યો હતો.
ADVERTISEMENT