Gujarat Winter Update: ગુજરાતીઓ શિયાળાની ઠંડીએ બરાબરની જમાવટ કરી હોઈ ધ્રુજી રહ્યા છે. ઠંડાગાર પવનો સતત ફૂંકાઈ રહ્યા હોઈ દિવસ દરમિયાન બપોરના સમયગાળામાં પણ લોકો ઠંડીથી ઠરી રહ્યા છે. શિયાળો જામતાં એક તરફ ચારે તરફ ઠંડક પ્રસરી રહી છે તો બીજી તરફ વાદળછાયા વાતાવરણથી લોકો અચરજમાં મુકાઈ રહ્યા છે. રાજ્યના મોટાભાગના શહેરોમાં તાપમાન ગગડ્યું છે. આજે ગુજરાતના 14 શહેરોનું તાપમાન 17 ડિગ્રીથી નીચે નોંધાયું છે. જેમાં 11.4 ડિગ્રી તાપમાન સાથે રાજ્યમાં નલિયા સૌથી ઠંડુ શહેર બન્યું છે.
ADVERTISEMENT
કંડલામાં નોંધાયું 14.4 ડિગ્રી તપામાન
આ ઉપરાંત આજે કંડલામાં 14.4 ડિગ્રી, ડીસામાં 14.2 ડિગ્રી, ભુજ 14.5 ડિગ્રી, રાજકોટમાં 14.6 ડિગ્રી, સુરેન્દ્રનગરમાં 15.2 ડિગ્રી, ગાંધીનગરમાં 15.5 ડિગ્રી, કેશોદ 15.9 ડિગ્રી, અમરેલીમાં 16.0 ડિગ્રી, વડોદરામાં 16.2 ડિગ્રી, અમદાવાદમાં 16.7 ડિગ્રી, મહુવા 17.1 ડિગ્રી, પોરબંદર 17.3 ડિગ્રી અને ભાવનગર 17.4 ડિગ્રી તાપમાન નોંધાયું છે.
શું છે હવામાન વિભાગની આગાહી
સ્થાનિક હવામાન વિભાગની આગાહી જોતા આગામી ત્રણ દિવસ સુધી રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ રહેવાનું છે. વહેલી સવારથી ઠંડા અને ડંખીલા પવન ફૂંકાઈ રહ્યા છે. બરફીલા પવનના કારણે લોકો ધ્રુજી ઉઠ્યા છે.
ડિસેમ્બરના અંત સુધીમાં પડશે કડકડતી ઠંડી
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, આવતીકાલથી તાપમાનમાં 1થી 2 ડિગ્રી ઘટી શકે છે. આ સાથે પૂર્વ ઉત્તર પૂર્વના પવનો હોવાથી તાપમાન ઘટશે. તો 48 કલાક બાદ બાદ તાપમાનમાં ત્રણથી ચાર ડિગ્રી સુધીનો ઘટાડો થશે. એટલે કે બીજા અર્થમાં ડિસેમ્બરના અંત સુધીમાં રાજ્યના લોકો કડકડતી ઠંડી અનુભવશે.
ADVERTISEMENT