Vibrant Gujarat Summit: કરોડોનો ખર્ચ, ભવ્ય તામજામ છતાં પાર્ટનર કંટ્રીઓ નારાજ, એક પણ દેશે MOU ન કર્યા

Gujarat Tak

• 03:07 PM • 27 Feb 2024

પાટર્નર કન્ટ્રીમાંથી કોઈએ રાજ્ય સરકાર સાથે MOU ન કર્યા

ક્યાં ક્યાં દેશોએ ભાગ લીધો હતો

Vibrant Gujarat Summit

follow google news

Vibrant Gujarat Summit 2024: તાજેતરમાં ગાંધીનગર ખાતે ભવ્ય વાઈબ્રન્ટ ગુજરાત મહોત્સવ સમિટનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં દેશવિદેશમાંથી અનેક મહેમાનો આવ્યા હતા. કરોડો રૂપિયાનો ખર્ચો કરી યોજવામાં આવેલ આ સમિટમાં સોના કરતા ઘડામણ મોંઘી પડી તેવી કહેવત જેવું થયું. વાઈબ્રન્ટનો આ તામજામ અને જમણવાર સહીતની કરોડો રૂપિયાની વ્યવસ્થા કરવામાં આવી છતાં  પાર્ટનર કંટ્રીએ એક પણ એમઓયુ રાજ્ય સરકાર સાથે ન કર્યા. વાઈબ્રન્ટમાં કુલ 35 દેશો પાર્ટનર કન્ટ્રી તરીકે જોડાયા હતા. કોંગ્રેસના નેતા અર્જુન મોઢવાડિયાના સવાલમાં સરકારે આ જવાબ આપ્યો છે. 

આ પણ વાંચો

પાટર્નર કન્ટ્રીમાંથી કોઈએ રાજ્ય સરકાર સાથે MOU ન કર્યા

હાલ ગુજરાત વિધાનસભાનું શિયાળુ સત્ર ચાલી રહ્યું છે. જેમાં કોંગ્રેસના નેતા અર્જુન મોઢવાડિયા દ્વારા પૂછાયેલા સવાલના જવાબમાં સરકારે આ માહિતી આપી છે. સરકારે આપેલા જવાબ મુજબ વાઇબ્રન્ટ સમિટ-2024માં પાટર્નર કન્ટ્રી તરીકે જોડાયેલા 35 દેશ પૈકી એક પણ દેશની સરકારે એમઓયુ કર્યા નથી. જોકે એ વાત અલગ છે કે આ કન્ટ્રીના ઉદ્યોગોએ એમઓયુ કર્યા હોય. 

ક્યાં ક્યાં દેશોએ ભાગ લીધો હતો

વાઈબ્રન્ટ ગુજરાત 2024 ની વાત કરીએ તો આ વર્ષે ઓસ્ટ્રેલિયા, બાંગ્લાદેશ, બોત્સ્વાના, ચેક રિપબ્લિક, ડેમોક્રેટિક રિપબ્લિક ઓફ કોંગો, ઈજિપ્ત, એસ્ટોનિયા, ફીનલેન્ડ, જર્મની, ઘાના, ઈન્ડોનેશિયા, જાપાન, કેન્યા, સાઉદી અરેબિયા, મલેશિયા, માલ્ટા, મોરક્કો, મોઝામ્બિક, નેપાળ, નેધરલેન્ડ, નોર્વે, પોલેન્ડ, રશિયા, રવાન્ડા, સિંગાપોર, સાઉથ કોરિયા, તાન્ઝાનિયા, થાઈલેન્ડ, તિમોર-લેસ્ટે, યુગાન્ડા, સંયુક્ત આરબ અમીરાત, યુનાઈટેડ કિંગડમ, ઉરુગ્વે, યુક્રેન, વિયેતનામ જેવા દેશો જોડાયા હતા.  સરકારે વિધાનસભામાં જણાવ્યું કે, આ દેશોના ઉદ્યોગોએ કરાર કર્યા હોઈ શકે છે. 

    follow whatsapp