તાપી : પીએમ મોદી ગુજરાતના પ્રવાસે છે. જેના ભાગરૂપે આજે તેઓએ તાપીમાં વિશાળ જનસભાને સંબોધિત કરી હતી. સાપુતારાથી સ્ટેચ્યુ ઓફ યુનિટીને જોડતા હાઇવે કોરીડોરના શુભારંભ સહિત 2192 કરોડ રૂપિયાના વિવિધ પ્રોજેક્ટનાં લોકાર્પણ અને શિલાન્યાસના કાર્યક્રમમાં પીએમ મોદી હાજર રહ્યા હતા.
ADVERTISEMENT
આ કાર્યક્રમમાં તેઓએ સંબોધન કરતા જણાવ્યું કે, મારા ભોળીયા આદિવાસી ભાઇઓ બહેનોએ જે વાતાવરણ આપ્યું છે તે વાતાવરણ જ મને નવી શક્તિ અને ઉર્જા આપે છે. ગયા 20 વર્ષ આપ સૌનો સાથ સહકાર અને લાગણી અને પ્રેમ મને સતત મળતા રહ્યા છે. આપણા સ્નેહભર્યા સંબંધો મને જે સૌભાગ્ય મળ્યું છે તે આદિવાસી માતા બહેનોએ જ આપ્યું છે. આવું નસીબ રાજકારણમાં કોઇ પાસે નહી હોય જે આપે મને આપ્યું છે. 20 વર્ષ સુધી અખંડ એકધારો પ્રેમ અને તેના જ કારણે ભલે હું ગાંધીનગરમાં હઉ કે દિલ્હીમાં હઉ મનમાં એક જ વિચાર આવે કે તમારા બધાનું ઋણ ચુકવવાનો વારો આવે એટલે હું ચુકવી જ દઉ.
– આદિવાસીઓના કાજુ ગોવાના કાજુને ટક્કર મારે છે. ગુજરાતના ફળ આજે સમગ્ર દેશ સહિત વિશ્વમાં એક્સપોર્ટ થઇ રહ્યા છે. આ આદિવાસી હવે રોડ રસ્તાના કાળા ડામરના કામ નથી કરતો પોતાના ઘરે બેઠા લાખોની કમાણી કરે છે.
– વાંસને ઘાસ ગણાવતો કાયદો મે બનાવ્યો નહી તો વાંસ કાપવા બદલ અંગ્રેજો અને પછી કોગ્રેસીઓ મારા આદિવાસી ભાઇ બહેનોને જેલમાં પુરી દેતા હતા.
– ચોમાસા સિવાય મારા આદિવાસી ભાઇઓ બહેનોને પાણીના વલખા હતા જે કેનાલના કામ દ્વારા આજે આદિવાસીઓ 3 સિઝનના પાક લઇ રહ્યો છે.
– હિન્દુસ્તાનના શિક્ષણ ક્ષેત્રમાં સૌથી મોટી ક્રાંતિ છે જે મિશન સ્કુલ ઓફ એક્સલન્સની ગુજરાતથી શરૂઆત કરવામાં આવી છે.
– હિન્દુસ્તાન વન બંધુ યોજના હેઠળ અત્યાર સુધીમાં 1 હજાર કરોડ રૂપિયા ફાળવી દેવામાં આવ્યા છે બીજા 1000 કરોડ રૂપિયા હું ફાળવી રહ્યો છુ.
– આદિવાસી વિસ્તારમાં 6 લાખથી વધારે ઘર 1 લાખથી વધારે પ્લોટ ફાળવ્યા છે. જેથી માતા બહેનોને પોતાનું ઘરનું ઘર મળ્યું છે કે પ્લોટ મળ્યા છે.
– ઉજ્વલા યોજના હેઠળ મારી માતા બહેનોને હવે લાકડા અને ધુમાડા વચ્ચે નથી રહેવું પડતું. ધુમાડાથી સ્વાસ્થય તો ખરાબ થતું જ હતું પરંતુ લાકડા મુદ્દે ફોરેસ્ટ વાળા સાથે પણ બોલાચાલી થતી રહેતી હતી.
– આયુષમાન કાર્ડ સોનાની લગડી છે, ગમે ત્યારે બિમાર પડો અને કાર્ડ દેખાડો એટલે દેશના કોઇ પણ ખુણે 5 લાખ રૂપિયા સુધીના પૈસા મળી જાય છે.
– બિરસામુંડાને ભુતકાળની સરકારે ભુલાવ્યા આદિવાસીઓને પણ ભુલાવી દીધા. જો કે અમારી અટલજીની સરકારે આવતાની સાથેજ એક અલગ આદિવાસી મંત્રાલય બનાવ્યું.
– આદિવાસીઓ હજારો વર્ષોથી અહીં રહે છે, ભગવાન રામ હતા ત્યારે પણ ભીલ અને આદિવાસીઓ સાથે હતા. માતા શબરી તેનો બોલતો પુરાવો છે. જંગલમાં તેમની સાથે રહેતા ભીલ લોકો પણ તેનો પુરાવો છે.
– આદિવાસીઓ શહેર સુધી પહોંચી શકે તે માટે પ્રધાનમંત્રી ગ્રામસડક યોજનાની શરૂઆત પણ અટલ જી અને અમારી ભાજપની સરકારે કરી હતી.
– MSP માં એવી વસ્તુઓનો સમાવેશ કર્યો જે આદિવાસી વિસ્તારમાં પાકતી હોય. અત્યાર સુધી આ વસ્તુઓ એમએસપી હેઠળ નહોતી.
– ભાજપની સરકાર છે તો આપણા વિસ્તારના મંગુભાઇ મધ્યપ્રદેશના ગવર્નર બન્યા છે અને એક આદિવાસીની દિકરી દેશની રાષ્ટ્રપતિ બની છે.
– આદિવાસીઓના બલિદાનના મ્યુઝીયમ સમગ્ર દેશમાં બનાવવાની યોજના હું બનાવી રહ્યો છું જેથી આદિવાસીઓએ આ દેશ માટે આપેલા સમર્પણને આપણે ભુલી ન જઇએ.
– સાપુતારાથી સ્ટેચ્યુઓફ યુનિટીનો હાઇવે નિકળવાના કારણે મારા આદિવાસી ભાઇએ રોડના કાળા ડામરના કામ કરવા શહેરમાં જઇને ફુટપાથ પર પડ્યું નહી રહેવું પડે. હવે તેને ઘર આંગણે ધંધો વેપાર મળશે.
ADVERTISEMENT