અમદાવાદઃ અમદાવાદના નરોડા વિસ્તારમાં વર્ષ 2002માં કોમી રમખાણો દરમિયાન 11 લોકોને નિર્દયતાથી મોતને ઘાટ ઉતારવાની ઘટનામાં પૂર્વ મંત્રી માયા કોડનાની સહિતના 69 આરોપીઓના ભાવી અંગે આજે કોર્ટે ચુકાદો આપી દીધો હતો. તમામ આરોપીઓને નિર્દોષ છોડી મુકવામાં આવ્યા હતા. ગોધરાકાંડ પછી ફાટી નિકળેલા રમખાણોમાં સૌથી વધારે ગાઝેલો કેસ નરોડા પાટિયા કાંડનો આજે 21 વર્ષબાદ ચુકાદો આવી ચુક્યો છે. અત્રે ઉલ્લેખનીય છે કે, આ ઘટનામાં સુપ્રીમ કોર્ટ દ્વારા બનાવાયેલી સ્પેશ્યલ ઈન્વેસ્ટીગેશન ટીમની તપાસ પછી કોર્ટ કેસની અંતિમ દલીલો પણ પુર્ણ થયા બાદ હવે આજે કોર્ટે ચુકાદો આપી દીધો હતો.
ADVERTISEMENT
કોર્ટે અવલોકન કર્યું કે, આ ઘટના બની ત્યારે મોટા ભાગના સાક્ષી સ્થળ પર હાજર હોય તેવા કોઇ મજબુત પુરાવા મળતા નથી. બાબુ બજરંગી અને માયા કોડનાની નિર્દોષ જાહેર થયા છે અને જેલમાંથી છુટી ચુક્યા છે. ચુકાદો જાહેર થયા બાદ કોર્ટરૂમની બહાર તમામ લોકોને નિર્દોષ છોડી મુકવામાં આવ્યા હતા. અનેક દસ્તાવેજી પુરાવા અને 7700 પાનાની બચાવની દલિલ બાદ કોર્ટે પોતાનો ચુકાદો આપી દીધો હતો.
ગુજરાતના ના માત્ર સામાજિક પરંતુ રાજકીય ઈતિહાસમાં કાળી ટીલી સમાન બનેલી ગોધરા સાબરમતી એક્સપ્રેસમાં ટ્રેનનો ડબ્બો સળગાવવાની ઘટના, 27 ફેબ્રુઆરી 2022ના રોજ બનેલી આ ઘટના પછી બીજા દિવસે એટલે કે 28મી ફેબ્રુઆરીએ બંધનું એલાન હતું. દરમિયાન કોમી રમખાણો ફાટી નીકળ્યા. અમદાવાદમાં તો જાણે ઠેરઠેર તંગદીલી, દરમિયાનમાં નરોડા ગામમાં 28મી ફેબ્રુઆરીએ 11 લોકોને ઘરમાં ઘૂસીને તો ઘરની બહાર જીવતા સળગાવી દેવામાં આવ્યા. આ 11 લોકો અત્યંત પીડા સાથે મૃત્યુને ભેટ્યા હતા. વર્ષો થયા પરંતુ આ ઘટનાના પીડીતો હજુ પણ ન્યાય થાય તેની રાહ જોઈ રહ્યા છે. ઘટનાના ખરા આરોપીઓ સુધી પહોંચવા માટે તપાસ ટીમને નિશ્ચિત જ કાંટાના પથ પર ચાલવા સમાન હતું, જેમાંથી તે કેટલું ચાલી શક્યા કેટલું નહીં તે તમામ બાબતો તેમની તપાસમાં જોઈ શકાય છે અને તે જ તપાસ અને પુરાવાઓને આધારે આજે કોર્ટ આ ઘટનાના આરોપીઓનો ફેંસલો કરવાની છે.
ઘટના સામે કાયદાકીય કાર્યવાહી દરમિયાન 70થી વધુની ધરપકડ કરવામાં આવી હતી. જે તે સમયમા નરોડા પોલીસ સ્ટેશનના પીઆઈ વી બી ગોહીલની પણ ધરપકડ કરવામાં આવી હતી. 26મી ઓગસ્ટ 2008એ સુપ્રીમ કોર્ટ સમક્ષ હ્યુમન રાઈટ્સ કમિશન અને પીડિત પરિવારો દ્વારા રિટ પિટિશન દાખલ કરાઈ હતી ત્યારે ગુજરાત સરકારે એસઆઈટી રચવાનો પ્રસ્તાવ મુક્યો હતો. કોર્ટે સ્વીકાર કરતા રાઘવનની અધ્યક્ષતામાં એસઆઈટી બનાવવામાં આવી હતી. તે વખતે આઈપીએસ પીએલ મલ, એસીપી એમ ટી રાણા, મૈસુર વાલા, આર સી પાઠક, પી એન બારોટ જેવા અધિકારીઓનો તેમાં સમાવેશ કરાયો હતો. તે વખતે તપાસ દરમિયાન નરોડાના ધારાસભ્ય ડો. માયા કોડનાની, ડો. જયદીપ પટેલ, વીએચપી નેતા બાબુ બજરંગી સહિતના આરોપીઓની ધરપકડ કરી હતી. આ કેસમાં જેતે સમયે હાલના કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની પણ જુબાની લેવાઈ હતી. તેમણે માયા કોડનાનીના બચાવ તરફી જુબાની આપી હતી. કુલ 187 સાક્ષીની તપાસ કરાઈ જેમાંથી 5 મેડિકલ વિટનેસ છે.
ADVERTISEMENT