અમદાવાદ: ગુજરાતભરમાં દિવસેને દિવસે મોંઘવારી સતત વધી રહી છે,મોંઘવારીએ માઝા મૂકી છે. રાજ્યની જનતાને એક બાદ એક મોંઘવારીના માર પડી રહ્યા છે. દૂધ બાદ હવે સિંગતેલમાં પણ ભાવ વધારો થયો છે. ત્યારે આ મોંઘવારીના અજગરી ભરડામાં મધ્યમ વર્ગની હાલત કફોડી બની છે. ત્યારે આજે ફરી એક વખત સિંગતેલના ભાવમાં વધારો ઝીંકાયો છે. તેલના ભાવમાં ફરીથી વધારો ઝીંકાયો છે. ગૃહિણીઓનું ફરી એક વખત બજેટ ખોરવાયું છે. સીંગતેલ, કપાસિયા અને પામોલિયન તેલના ભાવમાં 20 રૂપિયાનો વધારો થયો છે
ADVERTISEMENT
નવા વર્ષની શરૂઆતથી જ સિંગતેલના ભાવ સતત દઝાદી રહ્યા છે. જીવન જરૂરીયાતની તમામ વસ્તુઓના ભાવ આસમાને પહોંચી ગયા છે. આવામાં તેલના ભાવમાં ફરી એકવાર ભડકો થયો છે. મોંઘવારી વચ્ચે સિંગતેલ કપાસિયા તેલ અને પામ તેલના ડબ્બામાં રૂપિયા 20 નો વધારો ઝીંકાયો છે. જુન મહિનાના મધ્યમા ખાદ્ય તેલના ભાવમાં ભડકો થયો છે. મે અને જુન મહિનામાં ખાદ્ય તેલના ભાવમાં સતત અપડાઉન થઈ રહ્યું છે. ત્યારે જુન મહિનાના અંતમાં ખાદ્યતેલના ભાવમાં ફરી એક વખત ભડકો થયો છે. સીંગતેલ, કપાસિયા અને પામોલિન તેલના ભાવમાં 20 રૂપિયાનો વધારો ઝીંકાયો છે. ચોમાસામાં લોકો ગાંઠિયા, ભજીયા જેવી તળેલી અને ટેસ્ટી વસ્તુઓ વધુ આરોગતા હોય છે. આ સાથે જ તહેવારો નજીક આવતાની સાથે જ તેલના ભાવમાં વધારો થયો છે.
ફરસાણના ભાવમાં લાગશે આગ
વર્ષની શરૂઆતથી જ સિંગતેલના ભાવમાં સતત વધારો થઈ રહ્યો છે. ત્યારે સિંગતેલના ભાવમાં સતત ભાવવધારોના કારણે ફરસાણ સહિતની વસ્તુના ભાવમાં વધારો થવાની શક્યતા છે. ત્યારે આ ભાવ વધારાથી અનેક લોકોનું બજેટ ખોરવાઇ શકે છે.
ADVERTISEMENT