Salangpur Hanumanji Temple: સાળંગપુરમાં કષ્ટભંજન મંદિરમાં હનુમાન દાદાની મૂર્તિની નીચે બનાવેલા ભીંત ચિત્રોને લઈને મોટો વિવાદ ચાલી રહ્યો છે. હનુમાન દાદાની પ્રતિમાની નીચે ભીંત ચિત્રોમાં દાદાને સ્વામીના દાસ બચાવતા લોકો વિરોધ કરી રહ્યા છે અને તેને હટાવવાની માંગ કરી રહ્યા છે. વિવાદ બાદથી મંદિરમાં પહોંચેલા મીડિયાના પ્રવેશ પર હવે પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો છે.
ADVERTISEMENT
વિવાદ બાદથી મીડિયામાં સતત હનુમાનજીની પ્રતિમા નીચેના ભીંત ચિત્રો બતાવવામાં આવી રહ્યા છે. એવામાં હે મંદિરના પ્રશાસન દ્વારા પરિસરમાં મીડિયાના પ્રવેશ પર પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો છે. મંદિર પરિસરમાં મીડિયાને વીડિયો કે બાઈટ માટે ન જવા માટે મંદિર પ્રશાસન દ્વારા કહેવામાં આવ્યું છે. એવામાં હવે મીડિયા કર્મીઓમાં પણ રોષ ફેલાયેલો છે.
ભીંત ચિત્રોના વિવાદ પર રાજભા ગઢવીએ શું કહ્યું?
વિવાદ પર રાજભા ગઢવીએ કહ્યું કે, મિત્રો ભીંત ચિત્રો કદાચ આપણે કઢાવી નાખીશું. વિવાદ કરશું એટલે ભીંચ ચિત્રો કાઢી નાખશે પણ એના ચીત્ત ચિત્રો હટાવવા પડશે. એમને આપણે અહીંથી એટલું જ કહેવાનું છે કે બિઝનેસ જ કરવો હોય હિરાનો કરો, બિલ્ડર છે, ડોક્ટર છે… ભગવાનને શું કામ આગળ કરો છો. સુરતમાં હિરાવાળા ઘણા લોકોએ દેશનું નામ આગળ કર્યું છે એવી જ રીતે બિઝનેસ કરો. એ બધા પદ્મશ્રી બન્યા છે. આપણી સામે પ્રત્યક્ષ રીતે કોઈ આવે ધર્મને ઠેસ પહોંચાડવા માટે તો આપણે સનાતનીઓ લડી લઈએ, પરંતુ ખબર ન પડે એમ કરે, આપણી સાથે રહેનારા આપણા ધર્મને નુકસાન કરે તે સામે વાળો નથી કરી શકતો.
તેમણે આગળ કહ્યું, સનાતન ધર્મ સામે ધૂળ ઉડાવવાનો પ્રયાસ કરે છે, સૂરજ સામે ધૂળ ઉડાડવાથી કંઈ ન થાય. આપણે સનાતન ધર્મના છીએ, બાળકોને મજબૂત બનાવીએ. ઘરથી બહાર નીકળે તો ખબર હોવી જોઈએ કે ઈષ્ટ કોણ, હનુમાન કોણ, શિવ કોણ, કૃષ્ણ કોણ, સંતોમાં હોય તો બજરંગ દાસ બાપા, આપા ગીગા, જલારામ બાપા બધા સંતોની ખબર હોવી જોઈએ.
ADVERTISEMENT