અમદાવાદ : ભાજપે વિધાનસભાની ચૂંટણીને ધ્યાને રાખીને યુદ્ધના ધોરણે તૈયારીઓ શરૂ કરી છે. આજે જ 4 રાજ્યોના પ્રભારીઓના નામની જાહેરાત કરવામાં આવી છે. રાજસ્થાન છત્તીસગઢ, મધ્યપ્રદેશ અને તેલંગાણા રાજ્ય માટે ભાજપના પ્રભારીઓની નિમણુંક કરી દેવામાં આવી છે. ભાજપ પાર્ટી અધ્યક્ષ જે.પી નડ્ડાએ નીતિન પટેલને રાજસ્થાનના પ્રભારી બનાવ્યા છે. રાજસ્થાનને અતિમહત્વની જવાબદારી સોંપી છે. રાજસ્થાનની મહત્વની જવાબદારી સોંપ્યા બાદ નીતિન પટેલનું પ્રથમવાર નિવેદન સામે આવ્યું છે.
ADVERTISEMENT
લાંબા સમયથી સુષુપ્ત અવસ્થામાં રહેલા નીતિન પટેલ ફરી એકવાર સક્રિય થયા છે. નીતિન પટેલે પ્રભારી બન્યા બાદ મીડિયાને જણાવ્યું કે, રાજસ્થાનમાં ભાજપની સરકાર બને તે નિશ્ચિત છે. અમે ભાજપની સંગઠન શક્તિની મદદથી ફરી એકવાર રાજસ્થાનમાં ભાજપ સરકાર બનાવીશું. તેમણે કોંગ્રેસ પર પ્રહાર કરતા કહ્યું કે, રાજસ્થાનમાં એક કોંગ્રેસ નહી બે કોંગ્રેસ છે.
ભાજપ સરકારે કોમન સિવિલ કોડ, રામ મંદિર સહિતના અનેક મુદ્દાઓ રાજસ્થાનના લોકો જોશે. ગુજરાતમાં 2014 અને 2019 માં 26-26 સીટો અપાવી હતી. રાજસ્થાનમાં પણ 25 સીટો પર વિજય અપાવ્યો છે. રાજસ્થાનથી અનેક નેતાઓ કેન્દ્રમાં મંત્રી છે. રાજસ્થાન અને ગુજરાત બે પાડોશી રાજ્યો નહી પરંતુ ભાઇઓ છે.
ADVERTISEMENT