મહેસાણાઃ મહેસાણાના ખેરાલુમાં નીતિન પટેલે મહેસાણાના ઉમેદવાર માટે પ્રચાર પ્રસારની કામગીરી સંભાળી હતી. દરમિયાન એક સભાને સંબોધતી વખતે ગુરુવારે તેમણે કહ્યું હતું કે બધી પનોતીઓ મારા પર આવી ગઈ અને ઉતરી પણ ગઈ છે. તેમણે કહ્યું કે, મારે કરવાનું હતું તે કરી દીધું છે, હવે કોઈ ખાડા ટેકરા આવવાના નથી; એ બધું મારા પર આવી ગયું. ભગવાને કહે છે કે, જે પનોતી હોય તે પનોતી આપડે ઉતારી દઈએ એટલે બધુ સારૂ થઈ જાય. એમ બધી પનોતી મારા પર આવી પણ ખરી અને ઉતરી પણ ખરી.
ADVERTISEMENT
હું જતો નથી રહેવાનોઃ નીતિન પટેલ
આ સભા દરમિયાન તેમણે કહ્યું કે, મેં મુકેશ ભાઈનું નામ એટલે કહ્યું કારણ કે મારો અહીં હક હતો. બીજા ચાર પાંચ જગ્યાએ ભગવાનના આશિર્વાદથી ઉમેદવારો પસંદ થયા છે. બધાએ મહેનત કરવાની છે. ગુજરાતમાં ભુપેન્દ્ર પટેલ અને જે મુખ્યમંત્રી બને તેમના માટે મહેનત કરવાની છે. મારે કરવાનું હતું તે કરી દીધું છે, હવે કોઈ ખાડા ટેકરા આવવાના નથી; એ બધું મારા પર આવી ગયું. ભગવાને કહે છે કે, જે પનોતી હોય તે પનોતી આપડે ઉતારી દઈએ એટલે બધુ સારૂ થઈ જાય. એમ બધી પનોતી મારા પર આવી પણ ખરી અને ઉતરી પણ ખરી. પણ હવે આપણે 4 લેન બનાવ્યા 6 લેન બનાવ્યા, પુલો બનાવ્યા, હજુ તો કામ ઘણું બાકી છે હવે મારે તો કશું કરવાનું છે પરંતુ મુકેશભાઈએ કરવાનું છે. હવે મુકેશભાઈને બહુ તકલીફ નથી સડસડાટ વિકાસ કરવાનો છે. મારા પર મહેસાણાનું ઋણ છે, હું જતો નથી રહેવાનો.
ADVERTISEMENT