ગોંડલના કુખ્યાત નિખિલ દોંગાને ભુજની જેલમાં VIP સુવિધાઓ મળતા હવે સાબરમતી જેલમાં શિફ્ટ કરાશે

કૌશિક કાંઠેચા/કચ્છ: સૌરાષ્ટ્રના કુખ્યાત અને ગુજસીકોટનો આરોપી નિખિલ દોંગાને ભુજ જેલથી હવે અમદાવાદની સાબરમતી જેલમાં શિફ્ટ કરવામાં આવશે. અગાઉ નિખિલ દોંગા ભુજની પાલારા જેલમાં બંધ…

gujarattak
follow google news

કૌશિક કાંઠેચા/કચ્છ: સૌરાષ્ટ્રના કુખ્યાત અને ગુજસીકોટનો આરોપી નિખિલ દોંગાને ભુજ જેલથી હવે અમદાવાદની સાબરમતી જેલમાં શિફ્ટ કરવામાં આવશે. અગાઉ નિખિલ દોંગા ભુજની પાલારા જેલમાં બંધ હતો. પરંતુ તે જેલમાં નિખિલને સગવડો મળતી હોવાની ફરિયાદ ખુદ પોલીસે કરી હતી. જેના આધારે સ્પેશિયલ કોર્ટે નિખિલ દોંગાને અમદાવાદ સાબારમતી જેલમાં ટ્રાન્સફર કરવાનો આદેશ જાહેર કર્યો છે.

નિખિલ દોંગા પર 14થી વધુ ગુનાઓ નોંધાઈ ચૂક્યા છે
કુખ્યાત નિખિલ દોંગા હત્યા અને હત્યાની કોશિષ સહિત 14 થી વધુ ગુનામાં પોલીસ ચોપડે નોંધાયેલો છે. ઉપરાંત નિખિલ દોંગાની ગેંગ પર ગુજસીકોટનો ગુનો લાગતા નિખિલ દોંગાને જેલમાં ધકેલવામાં આવ્યો હતો. નિખિલ દોંગા ગોંડલ સબ જેલમાં બંધ હતો તે દરમિયાન તેની ગેંગ સામે ગુજસીકોટનો ગુનો નોંધવામાં આવ્યો હતો.

અગાઉ પોલીસને છેતરીને ભાગ્યો હતો
ત્યારબાદ નિખિલને ભુજની જેલમાં ખસેડવામાં આવ્યો હતો. આ દરમિયાન પોલીસને હાથતાળી આપી નિખીલ દોંગા ફરાર થઈ ગયો હતો. ત્યારબાદ પોલીસે તેને ઉત્તરાખંડના નૈનિતાલથી ઝડપી પાડવામાં આવ્યો હતો.

    follow whatsapp