જુનાગઢઃ 31 ડિસેમ્બરે જુના 2022ના વર્ષને અલવીદા અને 1 જાન્યુઆરીએ નવા વર્ષને આવકારવા લોકો ઠેરઠેર ઉજવણી કરશે. જોકે ઉજવણી કરવામાં કાંઈ ખોટું નથી, જો તે કાયદાને અનુરુપ હોય. અહીં ગુજરાતમાં દારુબંધી છે, જેને કારણે બુટલેગર્સ કાયદો તોડીને પણ અહીંના દારુના રસીકો માટે ગુજરાત બહારથી દારુનો જથ્થો મગાવતા હોય છે. દારૂમાં રહેલી તગડી અને કાળી કમાણીને કારણે તેઓ લોકોના જીવન સાથે ચેડા કરતા અચકાતા નથી પરંતુ ગુજરાત પોલીસ પણ આવા બુટલેગર્સને પાઠ ભણાવવા અને તેમના આ કાળા કારોબારનો ધંધો બગાડવા સજ્જ બની છે. આજે મંગળવારે ગુજરાતના જુનાગઢ ખાતેથી પોલીસે મોટી માત્રામાં દારુ ઝડપી પાડ્યો છે.
ADVERTISEMENT
આ પણ જાણવા જેવું…
ચૈતર વસાવાની મહેનત ફળીઃ રાતોરાત 5 બસ ફાળવવાનો નિર્ણય
ફેન્સીંગ ક્રોસ કરી ગુજરાતમાં આવતો હતો આ પાકિસ્તાની’ને સામે જ BSF
હાલોલઃ તાલુકા પંચાયતની કચેરીમાંથી કોઈ મહત્વના દસ્તાવેજો ચોરી ગયું
કુલ 37.59 લાખની મત્તા પકડાઈ
જુનાગઢ પોલીસ દ્વારા ઝફર મેદાનમાં બાજરાના કટ્ટામાં સંતાડવામાં આવેલો દારુ મળેલી માહિતીને આધારે ઝડપી પાડ્યો છે. બાજરાના કટ્ટામાં સંતાડેલો જંગી દારુનો જથ્થો ઝડપાઈ જતા નક્કી બુટલેગરના મોતિયા મરી ગયા હશે. પોલીસે અહીંથી રોયલ ચેલેન્જની 113 પેટીમાં 1356 બોટલ જેની અંદાજીત માર્કેટ વેલ્યૂ, 7,05,120 થાય છે, મેકડોવેલની 256 પેટી, 3072 બોટલ અંદાજીત બજાર કિંમત 12,28,800 થાય છે અને ઓલ સીઝન ગોલ્ડની 39 પેટીઓ, 1872 બોટલ દારુ કે જેની કુલ કિંમત 1,87,200 થવા જાય છે તેની સાથે એક ટ્રક અને એક છોટા હાથી ટેમ્પો પણ ઝડપી પાડ્યો છે. ઉલ્લેખનીય છે કે તેમાં બાજરાના કટ્ટા ભર્યા હતા. જેની આડમાં આટલી મોટી માત્રામાં દારુનો જથ્થો હતો. પોલીસે કુલ મળીને 37,59,000નો મુદ્દામાલ ઝડપી પાડ્યો છે. આમ જુનાગઢ પોલીસને બુટલેગરનો ધંધો બગાડી કાયદાનો પાઠ ભણાવવામાં સફળતા મળી છે.
(વીથ ઈનપુટઃ ભાર્ગવી જોશી, જુનાગઢ)
તમારા વ્હોટ્સએપ પર વધારે સમાચારો અને બ્રેકિંગ ન્યૂઝ મેળવવા માટે ક્લિક કરો…
ADVERTISEMENT