Gujarat Board Exam News: ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની ધોરણ 10 અને 12ની પરીક્ષાના પરિણામને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે. અગાઉ એવું કહેવામાં આવી રહ્યું હતું કે બોર્ડની પરીક્ષાના પરિણામ લોકસભાની ચૂંટણીના કારણે એપ્રિલ મહિના અંતિમ દિવસોમાં આવી જશે. જોકે, હવે આ મામલે નવી અપડેટ સામે આવી છે.
ADVERTISEMENT
મતદાન બાદ જાહેર કરાશે પરિણામ!
મીડિયા રિપોર્ટ્સ્ અનુસાર, એવું કહેવામાં આવી રહ્યું છે કે ગુજરાતમાં લોકસભાની ચૂંટણીના કારણે મતદાન પૂર્ણ થયા બાદ જ ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષાના પરિણામ જાહેર કરવામાં આવશે. જોકે, આ મામલે હજુ સુધી શિક્ષણ બોર્ડ દ્વારા સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી.
આ પણ વાંચોઃ ધો.10-12 બોર્ડની પૂરક પરીક્ષા ક્યારે યોજાશે? ગુજરાત બોર્ડનો વિદ્યાર્થીઓના હિતમાં મોટો નિર્ણય
મતદાનને લઈને નિર્ણય લેવાયો!
ધોરણ 10-12ની બોર્ડની પરીક્ષાના પરિણામ તૈયાર થઈ ચૂક્યા છે, પરંતુ ચૂંટણી હોવાથી પરિણામ મતદાન પહેલા જાહેર કરવામાં આવશે નહીં. અધિકારીઓનું એવું માનવું છે કે જો પરિણામ પહેલા જાહેર કરી દેવામાં આવે તો વિદ્યાર્થીઓ અને વાલીઓ મતદાનના દિવસે બહાર ફરવા જાય, તો મતદાનના ઓછું થાય તેવી શક્યતાઓ છે.
આ પણ વાંચોઃ જૂનિયર-સિનિયર ક્લાર્કના ઉમેદવારો માટે મહત્વના સમાચાર, જાણો ક્યારે યોજાશે પરીક્ષા
14 લાખ વિદ્યાર્થીઓએ આપી હતી એક્ઝામ
તમને જણાવી દઈએ કે ગુજરાત બોર્ડની 10મી અને 12મી બોર્ડની પરીક્ષા 11મી માર્ચથી લેવાઈ હતી જે 26મી માર્ચ સુધી ચાલી હતી. આ વર્ષે ગુજરાતમાં 14 લાખ વિદ્યાર્થીઓએ 10મા અને 12માની બોર્ડની પરીક્ષામાં ભાગ લીધો હતો. ઉત્તરવહીની ચકાસણી પૂર્ણ થયા બાદ પરિણામ જાહેર કરવા માટે ડેટા એન્ટ્રીની કામગીરી પણ પૂર્ણ થઈ ચૂકી છે. ત્યારે હવે મતદાન બાદ પરિણામ જાહેર થશે તેવું કહેવામાં આવી રહ્યું છે.
ADVERTISEMENT