નવસારીઃ નવસારીમાં નવી અત્યાધુનિક સુવિધાથી સજ્જ 125 બસોનું લોકાર્પણ કરીને હર્ષ સંઘવી અને સી આર પાટીલે નવી બસમાં બેસીને 35 કિલોમીટર મુસાફરી કરી હતી. ઉલ્લેખનીય છે કે હાલમાં લોકો કેવી ખખડધજ બસમાં બેસીને મુસાફરી કરે છે અને તેમને કેવી અગવડતા પડે છે તે લોકો સારી રીતે જાણે છે. ત્યારે નવી બસોનું ઉદ્ઘાટન કરીને લોકોને નવી બસનું લોકાર્પણ કરીને તે બસની ચકાસણીના ભાગ રૂપે બંને નેતાઓ અન્ય અગ્રણીઓ સાથે બસની મુસાફરી પણ કરવા અંદર બેઠા હતા.
ADVERTISEMENT
બસમાં બેસી નવસારીથી ચીખલી સુધી ગયા
નવસારી ખાતે રાજ્યના માર્ગ પરિવહન નિગમ દ્વારા જનતાની સુવિધા માટે આધુનિક સુવિધાથી સજ્જ 125 જેટલી બસો નું લોકાર્પણ રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવી અને નવસારી સાંસદ સીઆરપાટીલના હસ્તે કરવામાં આવ્યું હતું. વલસાડ એસટી વિભાગના ગ્રામીણ વિસ્તારોને રાજ્યના શહેરો સાથે જોડતી આધુનિક સુવિધાથી સજ્જ બસનું લોકાર્પણ કરીને ગૃહમંત્રી હર્ષ સંઘવી અને ભાજપ પ્રદેશ અધ્યક્ષ નવસારી સાંસદ સી આર પાટીલે બસનું નિરીક્ષણ કર્યું હતું. તેમણે નવસારીથી ચીખલી સુધી 35 કિલોમીટર સુધી બસમાં મુસાફરી કરી હતી.
ADVERTISEMENT