Congress Candidates List: કોંગ્રેસ દ્વારા લાંબા મનોમંથન બાદ આખરે પોતાના 11 ઉમેદવારોના નામની જાહેરાત કરવામાં આવી છે. લોકસભા ચૂંટણી 2024 નજીક આવી રહી છે તેમ તમામ રાજકીય પક્ષો પોતપોતાની રીતે તૈયારીમાં વ્યસ્ત છે. જો કે હંમેશાની જેમ કોંગ્રેસ આ વખતે પણ તૈયારીથી માંડીને દરેક તબક્કે પાછી પડી રહી હોય તેવું ચિત્ર ઉભુ થયું હતું. ભાજપ દ્વારા 4 સીટને છોડીને તમામ સીટો પર પોતાના ઉમેદવાર જાહેર કરી દેવામાં આવ્યા છે. ત્યારે કોંગ્રેસ દ્વારા પણ હવે મનોમંથન બાદ વધારે 11 ઉમેદવારોના નામ જાહેર કર્યા છે.
ADVERTISEMENT
ગુજરાતના 11 મૂરતિયાઓ પર લાગી મહોર
કોંગ્રેસ દ્વારા આગામી લોકસભા ચૂંટણી 2024 ને ધ્યાને રાખીને પોતાના ઉમેદવારો માટેની બીજી યાદી જાહેર કરવામાં આવી હતી. જેમાં પાટણથી ચંદનજી ઠાકોર, સાબરકાંઠાથી ડૉ. તુષાર ચૌધરી, ગાંધીનગરથી સોનલ પટેલ, જામનગરથી જે.પી મારવીયા, અમરેલીથી જેનીબેન ઠુ્મ્મર, આણંદથી અમિત ચાવડા, ખેડાથી કાળુસિંહ ડાભી, પંચમહાલથી ગુલાબસિંહ ચૌહાણ, દાહોદ (એસટી) થીપ્રભાબેન તાવિયાડ, છોટાઉદેપુરથી સુખરામ રાઠવા, સુરતથી નિલેશ કંબાણીના નામની જાહેરાત કરવામાં આવી હતી. પહેલાથી જ વહેતા થયેલા નામો પર જ કોંગ્રેસે અંતિમ મહોર મારી હતી.
કઈ બેઠક પર કોંગ્રેસના ઉમેદવાર બાકી?
રાજકોટ
જૂનાગઢ
સુરેન્દ્રનગર
મહેસાણા
નવસારી
વડોદરા
અમદાવાદ પૂર્વ
પહેલી યાદીમાં 7 ઉમેદવારો જાહેર કર્યા હતા
આ પહેલા કોંગ્રેસે 12મી તારીખે ગુજરાતના 7 ઉમેદવારો જાહેર કર્યા હતા. જેમાંથી અમદાવાદ પૂર્વ બેઠક ઉમેદવાર રોહન ગુપ્તાએ પિતાની નાદુરસ્ત તબિયતનો હવાલો આપીને ચૂંટણી લડવાનો ઇન્કાર કર્યો છે.
ADVERTISEMENT