GSSSB Recruitment 2024: ઘણા લોકોનું સરકારી નોકરી મેળવવાનું સપનું હોય છે પરંતુ તે પૂરતું ભણેલા ન હોવાના કારણે આ સપનાને પૂરું કરી શકતા નથી. પણ ચિંતા ન કરશો જો તમે માત્ર ધોરણ-10 કે ધોરણ 12 ભણેલા છો તો નિરાશ થવાની જરૂર નથી. કારણ કે, ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ધોરણ 10 પાસ ઉમેદવારો માટે ભરતી જાહેર કરવામાં આવી છે. કુલ 154 જગ્યાઓ માટે નોકરી મેળવવાની ઉત્તમ તક છે.
ADVERTISEMENT
કુલ 154 જગ્યાઓ માટે નોકરી મેળવવાની ઉત્તમ તક
ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા સરકારી પ્રિન્ટીંગ પ્રેસોની કચેરીઓમાં તાંત્રિક સંવર્ગની ભરતી બહાર પડી છે. ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા એક જાહેરાત પ્રસિદ્ધ કરવામા આવેલ છે, જેમાં ઉદ્યોગ અને ખાણ વિભાગના નિયંત્રણ હેઠળના પ્રિન્ટીંગ પ્રેસોની કચેરીઓમા તાંત્રિક સંવર્ગની સીધી ભરતીની જગ્યાઓ માટે ઉમેદવારો પાસેથી ઓનલાઈન અરજી પત્રકો મંગાવવામાં આવે છે. ગાંધીનગર, ભાવનગર, રાજકોટ, વડોદરા, અમદાવાદની પ્રિન્ટીંગ પ્રેસો માટે ભરતી કરવામાં આવશે. જેના માટે ધોરણ-10 પાસ ઉમેદવાર અરજી કરી શકશે.
ભરતી અંગે મહત્વની માહિતી
ખાલી જગ્યા - 154
અરજી પ્રકાર - ઓનલાઇન
અરજી કયારથી કરી શકાશે- 16 એપ્રિલ 2024
અરજી કરવાની અંતિમ તારીખ- 30 એપ્રિલ 2024
વેબસાઇટ - https://gsssb.gujarat.gov.in
GSSSB Clerk Call Letter: વર્ગ-3 ની કુલ 5554 જગ્યાઓ માટે કૉલ લેટર જાહેર, આ રીતે કરો ડાઉનલોડ
કઈ પોસ્ટ પર થશે ભરતી
આસિસ્ટન્ટ બાઈન્ડર, વર્ગ 3 - 66 જગ્યા
આસીસ્ટન્ટ મશીનમેન, વર્ગ 3 - 70 જગ્યા
કોપી હોલ્ડર, વર્ગ ૩ - 10 જગ્યા
પ્રોસેસ આસીસ્ટન્ટ, વર્ગ 3 - 03 જગ્યા
ડેસ્કટોપ પબ્લીસીંગ ઓપરેટર, વર્ગ-૩ - 05 જગ્યા
કેટલો પગાર હશે?
ભરતી માટે રસ ધરાવતા ઉમેદવારોની વય મર્યાદા પોસ્ટ પ્રમાણે અલગ અલગ છે. જોકે, 18 વર્ષથી લઈને 38 વર્ષની વચ્ચે ઉંમરના ઉમેદવારો અરજી કરી શક છે. પસંદગી પામેલા ઉમેદવારો માટે પહેલા પાંચ વર્ષ સુધી માસિક 26,000 ફિક્સ વેતન મળશે ત્યારબાદ ગુજરાત સરકારના ધારા ધોરણ પ્રમાણે પગાર મળવા પાત્ર રહેશે. અરજી કરતાં પહેલા ઉમેદવારે એક વખત સંપૂર્ણ નોટિફિકેશન વાંચવું.
ADVERTISEMENT