ગુજરાત પર તોળાતું વાવાઝોડાનું જોખમ, દરિયાકાંઠે લાગ્યું 1 નંબરનું સિગ્નસ, આ જિલ્લાઓને ઘમરોળશે વરસાદ

અમદાવાદ: દેશમાં ચોમાસાના આગમન પહેલા ગુજરાતના દરિયાકાંઠે બિપોરજોય વાવાઝોડાનું સંકટ તોળાઈ રહ્યું છે. અરબ સાગરમાં બનેલી સિસ્ટમ હાલમાં ડિપ ડિપ્રેશનમાં પરિવર્તિત થઈ છે. જે આગામી…

gujarattak
follow google news

અમદાવાદ: દેશમાં ચોમાસાના આગમન પહેલા ગુજરાતના દરિયાકાંઠે બિપોરજોય વાવાઝોડાનું સંકટ તોળાઈ રહ્યું છે. અરબ સાગરમાં બનેલી સિસ્ટમ હાલમાં ડિપ ડિપ્રેશનમાં પરિવર્તિત થઈ છે. જે આગામી 24 કલાકમાં ચક્રવાતી વાવાઝોડામાં પરિણમશે. જેના કારણે આગામી દિવસોમાં ગુજરાતના દરિયાકાંઠાના જિલ્લાઓમાં તેની અસર જોવા મળશે. હવામાન વિભાગ મુજબ, આ વાવાઝોડું હાલમાં ગુજરાતના કાંઠેથી 1120 કિલોમીટર દૂર છે.

હવામાન વિભાગ મુજબ, આજે સવારે 10.30 વાગ્યે અરબી સમુદ્રમાં દક્ષિણપૂર્વમાં સર્જાયેલું આ ડિપ્રેશન પોરબંદરથી 1160 કિલોમીટર દૂર છે. ત્યારે આગામી દિવસોમાં ગુજરાતના દરિયા કાંઠે ભારે પવન સાથે વરસાદ પડશે. એવામાં હવામાન વિભાગ દ્વારા તેના પર નજર રાખવામાં આવી રહી છે. આ સાથે ગુજરાતના તમામ પોર્ટ પર 1 નંબરનું સિગ્નલ લગાવવામાં આવ્યું છે. ત્યારે દરિયાકાંઠે ભારે પવન ફૂંકાવવાની આગાહી પણ કરાઈ છે. એવામાં માછીમારોને દરિયો ખેડવા ન જવાની ચેતવણી અપાઈ છે.

હાલના અનુમાન મુજબ આ વાવાઝોડાની અસર દરિયાકાંઠાના વસ્તારોમાં થશે. જેાં પોરબંદર, દ્વારકા તથા નલિયામાં તેની સૌથી વધુ અસર જોવા મળશે. આ જિલ્લાઓમાં ભારે વરસાદ વરસી શકે છે. હવામાન વિભાગ મુબજ, વાવાઝોડાના પગલે 7થી 8 મે સુધી 70થી 110ની ઝડપે પવન ફૂંકાશે અને વાવાઝોડું વધુ તીવ્ર બનશે. આ બાદ 9થી 10 મે સુધી 95થી 140 કિમીની ઝડપે પવન ફૂંકાશે જ્યારે 11મી એ 150 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે છે.

દરિયામાં સર્જાયેલા આ ડિપ્રેશનના કારણે દેશના ચોમાસા પર પણ અસર થશે. વાવાઝોડાના કારણે છેલ્લા ચાર દિવસથી ચોમાસું એક જ જગ્યાએ અટકેલું છે. કેરળના આકાશમાંથી વાદળો ધીમે ધીમે ગાયબ થઈ રહ્યા છે. એવામાં દેશના તમામ રાજ્યોમાં ચોમાસું મોડું આવશે.

    follow whatsapp