AHMEDABAD માં નહી લાગુ થાય પશુઓની નવી પોલિસી, નેતાઓ પોલિસી લાવ્યા નેતાઓએ જ પરત મોકલી

અમદાવાદ : મહાનગરપાલિકાએ રખડતા ઢોર માટેની નવી પોલિસી ચૂંટણી પુર્ણ થયા બાદ ફરી એકવાર લાવ્યા હતા. જો કે આ દરખાસ્તને મ્યુનિસિપલ કમિશનરે પરત મોકલી દીધી…

New Police oF AMC

New Police oF AMC

follow google news

અમદાવાદ : મહાનગરપાલિકાએ રખડતા ઢોર માટેની નવી પોલિસી ચૂંટણી પુર્ણ થયા બાદ ફરી એકવાર લાવ્યા હતા. જો કે આ દરખાસ્તને મ્યુનિસિપલ કમિશનરે પરત મોકલી દીધી હતી. શહેરમાં રખડતા ઢોરની સમસ્યા નિવારવા માટે હાઇકોર્ટ દ્વારા અનેકવાર સરકારની ઝાટકણી કાઢી ચુકી છે. જો કે સરકાર પોતાની વિવિધ ચૂંટણીઓ અને જાતીગત સ્વાર્થને ધ્યાને રાખીને હાઇકોર્ટને પણ નજર અંદાજ કરતી રહે છે. જો કે ચૂંટણી પુર્ણ થયા બાદ અમદાવાદ કોર્પોરેશન દ્વારા રખડતા ઢોરની સમસ્યાના ઉકેલ માટે એક પોલિસી તૈયાર કરવામાં આવી હતી. જેના અંતર્ગત સ્ટેન્ડિંગ કમિટી એક નવી દરખાસ્ત લાવી હતી. જો કે કમિશ્નરે તેને પરત મોકલી દેતા હાલ દરખાસ્ત ફરી એકવાર લટકી ગઇ છે. આ નિયમ ફરી એકવાર અધરમાં લટકી પડ્યો છે.

ગુરૂવારે સ્ટેન્ડિંગ કમિટી સમક્ષ પ્રસ્તાવ રજુ કરવામાં આવ્યો હતો
આજે ગુરુવારે મળેલી સ્ટેન્ડિંગ કમિટીમાં બીજી વખત આ રજુ કરવામાં આવ્યું હતું. જો કે સ્ટેન્ડિંગ કમિટીએ આ નિર્ણયને પરત મોકલી દીધો હતો. રખડતા ઢોર માટેની પોલીસીને કમિશનરે પરત મોકલી દેતા હાલ સમગ્ર મામલો ફરી એકવાર અધરમાં લટકી ગયો છે. આ અંગે સ્ટેન્ડિંગ કમિટી ચેરમેનના અનુસાર દરખાસ્તમાં હજુ કેટલાક સુધારા વધારા કરવાની જરૂર છે. આ અંગે ચર્ચા કરવામાં આવશે. સરકાર સાથે પણ મંત્રણા બાદ નવી દરખાસ્ત રજુ કરવામાં આવશે. અત્રે ઉલ્લેખનીય છે કે, કોર્પોરેશનના સત્તાધારી ભારતીય જનતા પાર્ટી જ છે અને દરખાસ્ત લાવનાર પણ ભાજપ જ છે. જે પ્રકારે પોલિસી પરત મોકલાઇ તે જોતા કહેતા ભી દિવાના અને સુનતા ભી દિવાના જેવી સ્થિતિ છે. નેતાઓ જ જનતાને ખુશ કરવા વિધેયક લાવે છે અને બીજા નેતાઓ પરત મોકલે છે. અત્રે ઉલ્લેખનીય છે કે રખડતાં ઢોર મામલે લાયસન્સ રાખવું, ફરજિયાત પરમીટ સહિતના અનેક નિયમોની જોગવાઇ કરવામાં આવી હતી.

ગુજરાત હાઇકોર્ટે અનેકવાર ઝાટકણી કાઢી હતી
ગુજરાત હાઇકોર્ટના આદેશ બાદ AMC એ નવી ઢોર પોલીસી જાહેર કરવાની ફરજ પડી હતી. જેમાં ઢોર રાખનાર વ્યક્તિ કે સંસ્થાઓએ ફરજીયાત પોતાના પશુનું લાયસન્સ લેવું પડતું હતું. પરમીટ લીધા બાદ જો કોઇ પશુ રોડ પર રખડતી હાલતમાં મળે તો તેના પર દંડ સહિતની અનેગ જોગવાઇઓ કરવામાં આવી હતી. લાયસન્સ અને પરમીટ માટે ચાર્જ લગાવાયો હતો. એક વર્ષ માટેની લાયસન્સ ફી રૂપિયા 2000 તથા પરમીટ રકમ માટે રૂપિયા 500 ભરવા સહિતના નિયમો બનાવવામાં આવ્યા હતા.

    follow whatsapp