નવી દિલ્હી : નેપાળમાં રવિવારે દર્દનાક વિમાન દુર્ઘટના થઇ હતી. લેન્ડિંગ પહેલા જ પ્લેન ક્રેશ થઇ ગયું હતું. વિમાનમાં 68 યાત્રીઓ સહિત કુલ 72 લોકો બેઠેલા હતા. જેમાં 5 ભારતીય નાગરિકો પણ હતા. દુર્ઘટનાગ્રસ્ત વિમાનના કો પાયલટ અંજુ ખતિવડાની પાયલોટ તરીકે અંતિમ ઉડ્યન હતી. પ્લેનને સકુશલ લેન્ડિંગ કરાવ્યા બાદ અંજૂ કેપ્ટન બનવાના હતા. તેના માટે તેઓ સીનિયર પાયલોટ અને ટ્રેનર કમલ કેસી સાથે ઉડ્યન પર ગયા હતા.
ADVERTISEMENT
ફ્લાઇંગ કેપ્ટન બનવા માટે ઓછામાં ઓછા 100 કલાક ની ફ્લાઇગ અનુભવ હોવો જોઇે. કો પાયલટ અંજૂએ તેની પહેલા પણ નેપાળના લગભગ તમામ એરપોર્ટ પર સફળતા પુર્વક લેન્ડિંગ કરાવ્યું હતું. રવિવારે પોખરા માટે ઉડ્યન કરતા સમયે કેપ્ટન કેસીએ મુખ્ય પાયલોટની સીટ પર તેમને બેસાડ્યા હતા. સફળ લેન્ડિંગ બાદ અંજુને મુખ્ય પાયલટનું લાયસન્સ મળવાનું હતું, જો કે દુર્ભાગ્ય કે માત્ર 10 જ સેકન્ડના અંતરે પહેલા જ તમામ સપના અને અરમાન ધુમાડામા મળી ગયા હતા.
મળતી માહિતી અનુસાર કેપ્ટન કમલ કેસીને પાયલોટ અનુભવ 35 વર્ષનો હતો. કેસીએ પહેલા પણ અનેક પાયલોટને ટ્રેનિંગ આપી હતી અને તેમના દ્વારા પાયલોટ આજે સફળ કેપ્ટન તરીકે ઓળખાય છે. નેપાળમાં વિમાન અને હેલિકોપ્ટર દુર્ઘટનાઓની સંખ્યાની વાત કરીએ તો અત્યાર સુધી કુલ 104 દુર્ઘટના થઇ હતી. જેમાં 96 યાત્રી વિમાન અને 8 હેલિકોપ્ટર દુર્ઘટનાનો સમાવેશ થાય છે.
આ દુર્ઘટનામાં એક દુખદ સંયોગ છે કે, કો પાયલટ અંજૂના પતિનું પણ વિમાન દુર્ઘટનામાં મોત નિપજ્યું હતું. તેમના પતિ દીપક પોખરેલ એલાઇન્સમાં પાયલોટ તરીકે તહેનાત હતા. 16 વર્ષ પહેલા 21 જુન 2006 ના રોજ યતિ એરલાઇન્સના જે વિમાનની દુર્ઘટના હતી. જેમાં અંજૂના પતિ કો પાયલટ હતા. નેપાલગંજથી સુર્ખેત થઇને જુમ્લા જઇ રહેલી યતિ એરલાઇન્સની 9N AEQ વિમાન દુર્ઘટનાગ્રસ્ત થઇ ગયું હતું. જેમાં 6 યાત્રી અને 4 ક્રુ મેમ્બર હતા. વિમાન દુર્ઘટનામાં એરહોસ્ટેસ ઓસિન આલેનું પણ મોત થયું હતું.
ADVERTISEMENT