વાપી: રાજ્યમાં ગુનાનું પ્રમાણ સતત વધી રહ્યું છે. આ દરમિયાન અપહરણના કેસમાં પણ સતત વધારો થઈ રહ્યો છે. ત્યારે વાપીમાં પણ અપહરણની ઘટના સામે આવી છે. વાપીના ગીતા નગર વિસ્તારમાંથી ચાર વર્ષીય માસુમ બાળકીનું અપરણની ઘટનાથી ચકચાર મચી છે. બાળકીના અપહરણની પોલીસમાં ફરિયાદ દાખલ થતા જ વલસાડ જિલ્લાની પોલીસના 100થી વધુ પોલીસ કર્મીઓનું મેગા સર્ચ ઓપરેશન હાથ ધરાયું અને પોલીસે ગણતરીના કલાકોમાં જ અપહ્યત બાળકીને અપહરણકર્તાના ચુંગાલમાંથી મુક્ત કરાવી હતી.
ADVERTISEMENT
જીઆઇડીસીની કંપનીમાં મજૂરી કામ કરતા બાળકીના પિતા અને અન્ય સભ્યોએ બાળકીની આજુબાજુના વિસ્તારમાં તપાસ કરી હતી. આખરે બે કલાક પછી સીસીટીવી ફૂટેજ તપાસતા નજીકમાં જ રહેતો એક યુવક બાળકીને લઇ જતો જોવા મળ્યો હતો. બાળકીનું અપહરણ થયાની આશંકાએ પરિવારે ટાઉન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.
દુષ્કર્મના ઇરાદે બાળકીનું અપહરણ કરાયું હોવાની આશંકાને લઇ પોલીસ એ દિશામાં પણ તપાસ કરી છે. વાપી ગીતાનગરના ટાંકી ફળિયા વિસ્તારમાંથી સોમવારે બપોરે બારેક વાગ્યાના અરસામાં ચાર વર્ષની બાળકી ઘર નજીક રમતાં અચાનક ગુમ થઇ હતી. જીઆઇડીસીની કંપનીમાં મજૂરી કામ કરતા બાળકીના પિતા અને અન્ય સભ્યોએ બાળકીની આજુબાજુના વિસ્તારમાં તપાસ કરી હતી. આખરે બે કલાક પછી સીસીટીવી ફૂટેજ તપાસતા નજીકમાં જ રહેતો એક યુવક બાળકીને લઇ જતો જોવા મળ્યો હતો. જોકે આરોપી નશાની હાલતમાં બાળકીને લઇ એક નવ નિર્મિત બિલ્ડીંગના ચોથા માળે પાણીની ટાંકીમાં લઈને છુપાઈ ગયો હતો. જો કે તેમ છતાં 100 થી વધુ પોલીસ કર્મીઓના કાફલા એ તપાસ કરી આરોપીને ગણતરીના કલાકોમાં જ દબોચી અને માસુમ બાળકીને મુક્ત કરાવવામાં સફળતા મળી હતી.
ગણતરીના કલાકમાં જ બાળકીને અપહરણકર્તાના ચુંગાલમાંથી મુક્ત કરાવી
પોલીસે માસુમ બાળકીની મેડિકલ તપાસ કરાવવા સહિતની કાર્યવાહી હાથ ધરી છે. આથી આગામી સમયમાં મેડિકલ રિપોર્ટ બાદ બાળકી સાથે કોઈ અનિચ્છનીય બનાવ બન્યો છે કે કેમ? તેની જાણ થશે. હાલ તો પોલીસે આરોપીની ધરપકડ કરી જેલ હવાલે કર્યો છે.
100થી વધુ પોલીસકર્મીઓનું મેગા સર્ચ ઓપરેશન
બાળકીનું અપહરણ થયાની પરિવારજેનો વાપી ટાઉન પોલીસ સ્ટેશનના ફરિયાદ કરી હતી. આ બનાવને ગંભીરતાથી લઈ વલસાડ જિલ્લા પોલીસના ઉચ્ચ અધિકારીઓ પણ ઘટનાની તપાસમાં જોડાયા હતા. વલસાડ જિલ્લા પોલીસના 100થી વધુ પોલીસકર્મીઓનું મેગા સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. જિલ્લા પોલીસના ઉચ અધિકારીઓની આગેવાનીમાં વાપીના દરેક વિસ્તારની તપાસ કરવામાં આવી હતી. દરમિયાન વાપીના ટાંકી ફળિયા વિસ્તારમાં નવનિર્મિત બિલ્ડીંગના ચોથા માળની પાણીની ટાંકીમાંથી આરોપી અપહ્યત બાળકી સાથે ઝડપાઈ ગયો હતો.
તમારા વ્હોટ્સએપ પર વધારે સમાચારો અને બ્રેકિંગ ન્યૂઝ મેળવવા માટે ક્લિક કરો…
ADVERTISEMENT