દર્શન ઠક્કર, જામનગર: ઉતરાયણ પર્વની નાના બાળકોથી લઈ અને વૃદ્ધો સુધીની ઉમરના લોકો તૈયારી કરી રહ્યા હતા. આ દરમિયાન હવે પોલીસ તંત્ર દ્વારા પણ તૈયારી કરવામાં આવી છે. ચાઇનીઝ દોરીને લઈ ગુજરાત પોલીસ ખાસ ઝુંબેશ ઉઠાવી હતી. ચાઇનીઝ દોરી વેચનારને જેલના સળિયા ગાંવનો વારો આવ્યો હતો. ત્યારે હવે જામનગર પોલીસ દ્વારા ઉમદા કામગીરી કરવામાં આવી છે. જામનગર પોલીસ દ્વારા વાહન ચાલકોને ગળામાં પહેરવાના સેફ્ટી બેલ્ટ પહેરીનું વિતરણ કરવામાં આવ્યું છે.
ADVERTISEMENT
લોકો ઉતરાયણનું પર્વ ખૂબ ધામે ધુમે મનાવે છે. ત્યારે આ પર્વ માં પતંગ પણ ચગતા હોય પતંગની દોર થી પક્ષીઓ તો ઘાયલ થાય છે કે મૃત્યુ પામે છે. પરંતું લોકો પણ પતંગની દોર થી ઘાયલ થાય છે કે મૃત્યુ પામે છે. ત્યારે લોકોની સેફટીને લઈને જામનગર પોલીસ દ્વારા ગળાના સેફટી બેલતનું વિતરણ કરવામાં આવ્યું હતું.
આ પણ વાંચો: એવું શું થયું કે ગુજરાતના શિક્ષણ મંત્રીએ સુરતની આ સ્કૂલમાં જાતે ટોઈલેટ સાફ કર્યું?
વાહન ચલોકો સેફટી બેલ્ટ પહેરે તેવો આગ્રહ કરાયો
એક તરફ જામનગર માં પક્ષીઓ માટે અનેક સંસ્થા સામે આવી છે. તો બીજી તરફ લોકોને પતંગની દોરીથી ઇજા ન થાય તેવા હેતુથી વાહન ચાલકોને ગળામાં પહેરવાના સેફ્ટી બેલ્ટ પહેરીનું વિતરણ જામનગર પોલીસ સ્ટાફ દ્વારા તથા જીવદયા સંસ્થાનાં સભ્યો સાથે RTO સ્ટાફ દ્વારા કરવામાં આવ્યું છે. આ સાથે જાહેર માર્ગ પર દ્વી ચક્રી વાહન ચાલકોને પણ વાહન ચલાવતી વખતે સેફ્ટી રાખવાનો આગ્રહ કરવામાં આવ્યો છે.
તમારા વ્હોટ્સએપ પર વધારે સમાચારો અને બ્રેકિંગ ન્યૂઝ મેળવવા માટે ક્લિક કરો…
ADVERTISEMENT