અમદાવાદ: ગુજરાતના દરિયાકાંઠે ત્રાટકેલું બિપોરજોય વાવાઝોડાએ જખૌ નજીક મોડી રાત્રે લેન્ડફોલ કર્યા બાદ હવે આગળ વધી રહ્યું છે. વાવાઝોડાના લેન્ડફોલ પહેલાથી જ દરિયાકાંઠાના વિસ્તારોમાં ભારે પવન સાથે વરસાદ શરૂ થઈ ગયો હતો. કચ્છમાં ત્રાટકેલા આ વાવાઝોડાની અસર દ્વારકા, પોરબંદર, જૂનાગઢ, ભાવનગર અને અમરેલી સહિતના ઘણા જિલ્લાઓમાં થઈ હતી. રાજ્યમાં ઠેર-ઠેર વૃક્ષો ધરાશાયી થવા અને વીજપોલ પડી જવાના બનાવો બન્યા છે. રસ્તાઓ પર વૃક્ષો અને વીજપોલ પડતા અનેક રસ્તા બંધ થઈ ગયા છે. આજે સવારથી જ અલગ-અલગ જિલ્લાઓમાંથી તબાહીની તસવીરો સામે આવી રહી છે. ત્યારે હવે NDRFની ટીમએ મોરચો સંભાળ્યો છે અને રસ્તાઓ ખુલ્લા કરવાની કામગીરી શરૂ કરવામાં આવી છે.
ADVERTISEMENT
મોટાભાગના રસ્તાઓ વૃક્ષો ધરાશાયી થતા બંધ
વાવાઝોડાના પગલે રાજ્યમાં અસંખ્ય વૃક્ષો ધરાશાયી થતા રસ્તાઓ બંધ થઈ ગયા છે. એવામાં વાહન વ્યવહાર ઠપ થઈ જતા તેને ફરીથી રાબેતા મુજબ શરૂ કરવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. સવારથી જુદા જુદા જિલ્લાઓમાં NDRFની ટીમો રસ્તા પર પડેલા વૃક્ષો હટાવવાની કામગીરીમાં લાગી છે. ઓખાના ચોપાટી રોડ પર NDRFની 5 નંબરની ટીમ વૃક્ષો હટાવીને રોડ ખુલ્લી કરાવ્યો હતો.
કચ્છના નખત્રાણામાં ભુજ-લખપત રોડ પર મોટા ડાવરા ગામ પાસે રોડ પરથી વૃક્ષો હટાવવાની કામગીરી NDRFની ટીમે કરી હતી.
માંડવીમાં પણ વાવાઝોડાથી ભયાનક તબાહી બાદ NDRFની ટીમો રસ્તો ખુલ્લો કરવાના કામમાં જોડાઈ હતી.
પોરબંદરમાં JCBની મદદથી રસ્તો ખુલ્લો કરવામાં આવ્યો હતો
ADVERTISEMENT