Navsari: તેજસ એક્સપ્રેસ ઉથલાતા રહી ગઈ, ટ્રેક પર લોખંડનો હથોડો ઉછળીને પેસેન્જરને છાતીમાં વાગ્યો

Navsari News: નવસારી રેલવે સ્ટેશને રેલવે ટ્રેક પર કામ કરતો કામદાર પાટા પર જ 5 કિલોનો હથોડો ભૂલી ગયો હતો. આ દરમિયાન ત્યાંથી તેજસ એક્સપ્રેસ પસાર થતા હથોડો ઉછળીને યુવકને છાતીમાં વાગ્યો હતો.

નવસારી રેલવે સ્ટેશને ઈજાગ્રસ્ત પેસેન્જરની તસવીર

Navsari Railway Station

follow google news

સમાચાર હાઇલાઇટ્સ

point

રેલવે ટ્રેક ઉપર સમારકામ કરી રહેલ કામદારોની ગંભીર બેદરકારી સામે આવી.

point

તેજસ સુપર ફાસ્ટ ટ્રેન નવસારીથી પસાર થવાના સમયે કામદારો વજનદાર લોખંડનો હથોડો ટ્રેક ઉપર ભૂલ્યા.

point

પૂરપાટ ઝડપે તેજસ સુપરફાસ્ટ પસાર થતા ટ્રેક ઉપર પડેલો હથોડો ઉછળીને પ્લેટફોર્મ ઉપર ઉભેલા મુસાફરને વાગ્યો.

Navsari News: નવસારી રેલવે સ્ટેશન પર અકસ્માતની એક વિચિત્ર ઘટના સામે આવી છે. જેમાં રેલવે કામદારની ગંભીર બેદરકારીના કારણે પ્લેટફોર્મ પર ઊભેલા જીવ જોખમમાં મૂકાઈ ગયો. રેલવે ટ્રેક પર કામ કરતો કામદાર પાટા પર જ 5 કિલોનો હથોડો ભૂલી ગયો હતો. આ દરમિયાન ત્યાંથી તેજસ એક્સપ્રેસ પસાર થતા હથોડો ઉછળીને યુવકને છાતીમાં વાગ્યો હતો. આથી તેને 108ની મદદથી સારવાર માટે નવસારી સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. રેલવે કર્મીની બેદરકારીના કારણે ટ્રેન પણ ઉથલી શકતી હતી.

રેલવે ટ્રેક પર કર્મચારી હથોડો ભૂલી ગયો

18મી ફેબ્રુઆરીના રોજ નવસારી રેલવે સ્ટેશને પાસે ટ્રેક પર રૂટિન મેન્ટેનન્સનું કામ ચાલી રહ્યું હતું. પ્લેટફોર્મ નં.2 પર કમલેશ સોનકર ઊભા હતા. આ દરમિયાન તેજસ એક્સપ્રેસ ટ્રેન આવતા કર્મચારીઓ ટ્રેક પરથી ખસી ગયા હતા અને પ્લેટફોર્મ નં.3 પરથી તેજસ એક્સપ્રેસ પસાર થઈ હતી. જોકે કર્મચારી દ્વારા અંદાજે 5 કિલો વજનનો લોખંડનો હથોડો ટ્રેક પર જ ભૂલાઈ જતા ટ્રેનની ટક્કરે હથોડો ઉછળીને કમલેશભાઈના છાતીના ભાગે વાગ્યો હતો. તેજસ એક્સપ્રેસમાંથી ઉડીને આવેલો હથોડો પેસેન્જરને વાગતા અન્ય પેસેન્જરોમાં ભાગદોડ મચી ગઈ હતી. બનાવની જાણ થતા જ સ્ટેશન માસ્તર દ્વારા 108ની મદદથી પેસેન્જરને નવસારી સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો. 

ગંભીર બેદરકારીથી ટ્રેન ઉથલાતા રહી ગઈ

રેલવે ટ્રેક પર કર્મચારીની ગંભીર બેદરકારીના કારણે પેસેન્જરને હથોડો વાગતા તે બેભાન થઈ ગયો હતો અને તેની ડાબી તરફની પાંસળી તૂટી ગઈ હતી. આ મુદ્દે રેલવે પોલીસે નોંધ લીધી હતી અને તપાસ આરંભી હતી. નોંધનીય બાબત એ છે કે આ ગંભીર ચૂકના કારણે ટ્રેન પણ ઉથલી હોત. એવામાં મોટા પ્રમાણમાં જાનહાનિ થવાનું જોખમ ઊભું થયું હતું. હાલ તો આ બેદરકારીના કારણે પેસેન્જરને વધુ સારવાર માટે નવસારીથી વલસાડ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.

    follow whatsapp