નવસારીઃ નિવૃત્ત પોલીસ જવાનના પુત્રને માર મારી પતાવી દીધો, ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવાયો

નવસારીઃ નવસારીના ચીખલી ગામમાં કોલેજ નજીક ત્રણ અજાણ્યા બાઇક પર આવેલા હુમલાખોરોએ નિવૃત પોલીસ કોન્સ્ટેબલના પુત્ર વિનય પટેલની માર મારી હત્યા કરી દેવાની ઘટના બની…

નવસારીઃ નિવૃત્ત પોલીસ જવાનના પુત્રને માર મારી પતાવી દીધો, ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવાયો

નવસારીઃ નિવૃત્ત પોલીસ જવાનના પુત્રને માર મારી પતાવી દીધો, ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવાયો

follow google news

નવસારીઃ નવસારીના ચીખલી ગામમાં કોલેજ નજીક ત્રણ અજાણ્યા બાઇક પર આવેલા હુમલાખોરોએ નિવૃત પોલીસ કોન્સ્ટેબલના પુત્ર વિનય પટેલની માર મારી હત્યા કરી દેવાની ઘટના બની છે. નવસારી જિલ્લાના એસએચઓ સાથે ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. મૃતકના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે રેફરલ હોસ્પિટલમાં મોકલવામાં આવ્યો હતો. પોલીસે આ ઘટનાને લઈને કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે કડક પોલીસ બંદોબસ્ત ગોઠવી દીધો છે.

હુમલાખોરોએ લોખંડની પાઈપથી કર્યો હુમલો
ચીખલીમાં વિનય પટેલ સરકારી કોન્ટ્રાક્ટર તરીકે કામ કરતો હતો. છેલ્લા ઘણા સમયથી એસીબીને માહિતી આપીને ચીખલીમાં ભ્રષ્ટ સરપંચો સામે તેના દ્વારા મોરચો ખોલવામાં આવ્યો હતો. કોલેજ સર્કલ પાસે આ યુવક પોતાના વાહન પર જઈ રહ્યો હતો ત્યારે બે બાઈક પર ત્રણેક શખ્સો આવ્યા અને લોખંડની પાઈપ વડે હુમલો કર્યો હતો. જેમાં વિનય પટેલનું મોત થયું હતું. આ ઘટના પછી આ ત્રણે શખ્સો જાણે હવામાં ઓગળી ગયા હોય તે રીતે ત્યાંથી ફરાર થઈ ગયા હતા. મામલાની જાણ થતા ઉચ્ચ પોલીસ અધિકારીઓ સહિતનો કાફલો સ્થળ પર દોડી આવ્યો હતો. પોલીસે લાશને પોસ્ટ મોર્ટમ માટે ખસેડીને સીસીટીવી ઉપરાંત અન્ય રીતે પણ આરોપીઓને પકડી પાડવાની તજવીજ હાથ ધરી છે.

ગાંધીનગરના અવનવા પરિપત્રોથી ત્રાહીમામ માછીમારો આંદોલનના માર્ગે

નવસારીના વિનય પટેલની હત્યાનો મામલો સામે આવતા જિલ્લા પોલીસ વડા સહિતનો સ્ટાફ સ્થળ પર દોડી આવ્યો હતો. મૃતકના મૃતદેહનું પોસ્ટ મોર્ટમ ચીખલીની રેફરલ હોસ્પિટલમાં કરવામાં આવ્યું હતું. વિનય પટેલની હત્યાથી વિસ્તારમાં ભારે ચકચાર મચી ગઈ હતી. જેને પગલે કોઈ અનીચ્છનીય બનાવ બને નહીં તેની તકેદારીના ભાગ રૂપે પોલીસે અહીં ભારે પોલીસ બંદોબસ્ત ખડકી દીધો છે.

(ઈનપુટઃ રોનક જાની, નવસારી)

તમારા વ્હોટ્સએપ પર વધારે સમાચારો અને બ્રેકિંગ ન્યૂઝ મેળવવા માટે ક્લિક કરો…

    follow whatsapp