નવસારીઃ નવસારીમાં ધોળા દિવસે એક યુવકની ઘાતકી હત્યા કરવામાં આવી છે. આ હત્યા સાથે પોલીસનું પણ જાણે કે નાક વઢાયું હોય તેવો ઘાટ ઘટ્યો છે. હત્યા ધોળા દિવસે અને લોકોની અવરજવર વચ્ચે થઈ છે. લોકોની અવરજવર અને ધોળા દિવસે હત્યા કરતા આ ગુંડા તત્વોનો હાથ પણ કાપ્યો નહીં તે દર્શાવે છે કે પોલીસની કામગીરી નવસારીમાં કેટલી સટીક અને કડક છે, કાયદાની અમલવારી નવસારીમાં કેટલી સટીક અને કડક છે, ગુંડા તત્વો પરનો પોલીસનો સકંટો કેટલો સટીક અને કડક છે.
ADVERTISEMENT
વલસાડઃ નાનકવાડા વિસ્તારમાં એપાર્ટમેન્ટનો સ્લેબ થયો ધરાશાયી, 3ને ઈજા, અન્ય લોકો ઈમારતમાં ફસાતા રેસ્ક્યૂ
હત્યા કરી અને બધા જોતા રહી ગયા
નવસારીના વિજલપુર શહેરમાં દિવસે દિવસે એક યુવકની છરીના ઘા મારીને હત્યા કરવામાં આવી હતી. સપ્તશ્રૃંગી માતાના મંદિર પાસે બાઇક પર બેઠેલા 32 વર્ષીય ધર્મેન્દ્ર શિવકુમાર સોનકર પર જૂની અદાવતમાં અજાણ્યા શખ્સોએ છરી વડે હુમલો કર્યો હતો. હુમલામાં ઈજાગ્રસ્તને સરકારી દવાખાને લઈ જવાયો હતો. જ્યાં ડોક્ટરે તેને મૃત જાહેર કર્યો હતો. હત્યા અને લૂંટના એક દિવસ બાદ ફરી એકવાર વિજલપોરમાં, હુમલાખોર બજારની વચ્ચે છરી લઈને ફરાર થઈ ગયો અને બધા જોતા જ રહી ગયા, આ ઘટના બાદ લોકોમાં ભયનો માહોલ છે. પોલીસની કામગીરી પર પણ સવાલો ઉઠી રહ્યા છે.
મૃતકના ભાઈએ આ અંગે ગુજરાત તકને જણાવ્યું કે, 10થી 12 વર્ષ જુની અદાવત છે. જુની અદાવતમાં ઘણો ખટરાગ હતો. જેમાં આજે ભાઈ પર હુમલો કરવામાં આવ્યો હતો. શખ્સોએ અદાવતની દાજ કાઢી તેના પર હુમલો કર્યો હતો. પોલીસે આ અંગે તપાસ શરૂ કરી છે.
ADVERTISEMENT