નવસારીમાં વિકૃત યુવકે બોટલમાં પ્રાઈવેટ પાર્ટ નાખી દીધો, પછી દોડતા હોસ્પિટલ જવું પડ્યું

નવસારી: નવસારીની સિવિલ હોસ્પિટલમાં એક વિચિત્ર કિસ્સો સામે આવ્યો હતો. ઉમાદમાં આવી એક યુવાને પ્લાસ્ટિકની બોટલમાં પોતાનો પ્રાઈવેટ પાર્ટ નાખી દીધો હતો. જાતીય આવેગને સંતોષવા…

gujarattak
follow google news

નવસારી: નવસારીની સિવિલ હોસ્પિટલમાં એક વિચિત્ર કિસ્સો સામે આવ્યો હતો. ઉમાદમાં આવી એક યુવાને પ્લાસ્ટિકની બોટલમાં પોતાનો પ્રાઈવેટ પાર્ટ નાખી દીધો હતો. જાતીય આવેગને સંતોષવા માટે યુવકે કરેલી આ વિકૃત હરકતને લઈને તે મુશ્કેલીમાં મુકાયો હતો. જો કે સિવિલ હોસ્પિટલના તબીબોએ ઓપરેશન દ્વારા બોટલમાંથી પ્રાઈવેટ પાર્ટ બહાર કાઢ્યો હતો.

જાતિય આવેગ સંતોષવા વિચિત્ર હરકત કરી નાખી
વિગતો મુજબ, નવસારીમાં સિવિલના ઈમરજન્સી વિભાગમાં એક યુવાનને લાવવામાં આવ્યો હતો. શારીરિક ઉન્માદમાં આવીને જાતીય આવેગ સંતોષવા આ યુવાને પોતાનો પ્રાઈવેટ પાર્ટ બોટલમાં નાખી દીધો હતો. આ દરમિયાન તેનું શિશ્ન બોટલના ઢાંકણમાં ફસાઈ ગયું હતું. યુવાન દ્વારા તેને બહાર કાઢવા પ્રયત્નો કરવા છતાં તે નહીં નીકળતા આખરે તેને સિવિલ હોસ્પિટલના ઇમરજન્સી વિભાગમાં લાવવામાં આવ્યો હતો. સિવિલ હોસ્પિટલના ઉપસ્થિત તબીબની ટીમ યુવાનની આવી હાલત જોઈ ચોંકી ઉઠી હતી.

ઓપરેશન કરીને યુવકનો જીવ બચાવ્યો
અત્યંત સંવેદનશીલ ભાગ હોવાથી ખૂબ કાળજીપૂર્વક યુવકનું ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. ભારે મહેનત બાદ બોટલના ઢાંકણામાં ફસાયેલા આ શિશ્નને બહાર કાઢવામાં સફળતા મળી હતી. જોકે આ કિસ્સામાં આ યુવકની માનસિક વિકૃતિ સામે આવી હતી. પોતાની શારીરિક ઉન્માદ સંતોષવા માટે કરેલી આવી હરકતથી તે પોતે જોખમમાં મુકાયો હતો અને શરમજનક સ્થિતિમાં આવવું પડ્યું હતું. આવી હરકત કરનાર યુવાનો ચેતે એ ખૂબ જરૂરી છે. આ યુવાનને સમયસર સારવાર મળી જવાથી તે બચી જવા પામ્યો છે પરંતુ લાંબો સમય આવી હાલતમાં રહેતા તે મોટી મુશ્કેલીમાં મુકાઈ જાતે તેવું તબીબોએ જણાવ્યું હતું

    follow whatsapp