Navsari Crime News: નવસારીમાં આવેલા જલાલપોરમાં અબ્રામા ગામમાંથી એક પરિણીત મહિલાની સળગેલી હાલતમાં લાશ મળી હતી. આ કેસની તપાસમાં મહિલાના પ્રેમીએ જ તેને ગળે ટૂંપો આપ્યા બાદ ડિઝલથી લાશને સળગાવી દીધી હોવાનું પોલીસની તપાસમાં ખૂલ્યું હતું. જે બાદ પોલીસે આરોપી પ્રેમીની ધરપકડ કરી લીધી છે. ચોંકાવનારી બાબત એ છે કે આરોપીએ હત્યા પહેલા યુટ્યુબ પર વીડિયો જોયા હોવાની પણ કબૂલાત પોલીસ સમક્ષ કરી હતી.
ADVERTISEMENT
આ પણ વાંચો: Rupala Controversy: 'રૂપાલાને માફ કરવા અમે તૈયાર નથી', ભાજપ અને ક્ષત્રિય સમાજ વચ્ચેની બેઠક 'નિષ્ફળ'
શાળામાં સાથે કામ કરતા ગાર્ડના પ્રેમમાં હતી મહિલા
વિગતો મુજબ, નવસારીની એક શાળામાં સિક્યોરિટી ગાર્ડ તરીકે ફરજ બજાવતા રાજેશ પટેલને સ્કૂલમાં જ કામ કરતી મુક્તિ પટેલ સાથે ઓળખાણ હતી. બંને પરિણીત હોવા છતા પ્રેમમાં પડ્યા હતા. જોકે મુક્તિ પટેલ રાજેશ પાસે વારંવાર પૈસાની માગણી કરતી હતી. આથી કંટાળીને રાજેશે તેની હત્યાનો પ્લાન બનાવી નાખ્યો હતો.આ માટે તે 28 માર્ચે પાણીની બોટલમાં ડીઝલ ખરીદીને લાવ્યો હતો. બાદમાં મહિલા સાથે શરીર સંબંધ બાંધ્યા હતા અને બીજા દિવસે તેને પિયર મૂકવા જતા ઘરની પાછળના ભાગે લઈ જઈને ઓઢણીથી ગળું દબાવી દીધું હતું. બાદમાં યુ-ટ્યુબ પર વીડિયો જોઈને હાથના પલ્સ ચકાસીને ખાતરી કરી હતી કે પ્રેમિકાનું મૃત્યુ થયું છે કે નહીં. આ બાદ રાજેશે પોતાની પાસે રહેલા ડીઝલને છાંટીને મુક્તિના મૃતદેહને આગ ચાંપી દીધી હતી.
આ પણ વાંચો: ગુજરાતીમાં ફરી માવઠું થશે! અંબાલાલ પટેલે કરી વરસાદ પડવાની આગાહી
પોલીસને ભટકાવવા લખાવી સુસાઈડ નોટ
આરોપી રાજેશે ક્રાઈમ સીરિયલો જોઈને પોલીસને ગેરમાર્ગે દોરવા માટે હત્યા કરતા પહેલા મુક્તિ પાસેથી સુસાઈડ નોટ લખાવી હતી અને તેમાં પરિવારના બે સભ્યોના નામ લખ્યા હતા. જેથી પોલીસ તપાસમાં ભટકી જાય. જોકે સીસીટીવી ફૂટેજમાં આરોપી રાજેશ પ્રેમિકા મુક્તિ સાથે ટુ-વ્હીલર પર જતા દેખાયો હતો. જેના આધારે પોલીસે તેની પૂછપરછ કરતા આખરે તે ભાંગી પડ્યો હતો હત્યાનો ગુનો કબૂલ્યો હતો. પોલીસે આ સુસાઈડ નોટને લઈને FSLમાં મોકલી છે જેથી જાણી શકાય કે તેને રાજેશે લખી છે કે મુક્તિ પાસેથી લખાવી હતી.
ADVERTISEMENT