રોનક જાની.નવસારીઃ નવસારીમાં ચકચારી બનેલા કથિત લવ જેહાદ મામલામાં પોલીસે વધુ એક શખ્સની ધરપકડ કરી છે. આ કેસમાં પોલીસે અગાઉ આરોપી અસીમ શેખની તો ધરપકડ કરી જ હતી અને તેના કોર્ટમાંથી રિમાન્ડ પણ મેળવ્યા છે, ત્યારે આ કેસમાં અસીમની મદદ કરનાર તેનો હિન્દુ મિત્ર પણ પકડાયો છે. પોલીસે તેની સામે પણ કાર્યવાહી હાથ ધરી છે. એટલું જ નહીં આ કેસમાં મંદિરમાં લગ્ન કરાવનારા પુજારી ઉપરાંત સગીર છોકરીના એફિડેવિટ કરી આપનારા સામે પણ તપાસની તલવાર લટકી રહી છે.
ADVERTISEMENT
પોલીસે ઘુંટણીએ બેસાડ્યો તો મુસ્લિમ સમાજે કરી પ્રશંસા
નવસારી જિલ્લા પોલીસે લવ જેહાદના મુખ્ય આરોપી વિધર્મી અસીમ શેખની ધરપકડ કરી ખેરગામ ગામની વચ્ચે તેનું સરઘસ કાઢ્યું હતું. પોલીસે પ્રોહિબિશન, રાયોટિંગ, બળાત્કાર અને ધાકધમકી આપવા સહિતના 19થી વધારે ગુનાઓ આચરનારા અસીમ શેખને પોલીસે હાથ જોડીને રસ્તાઓ પર ફેરવ્યો અને ચાર રસ્તા પર તેને ઘૂંટણીએ બેસાડ્યો હતો. આ સમયે ગામ લોકોએ જય શ્રીરામના નારા લગાવ્યા હતા. ગામના મુસ્લિમ સમાજના લોકોએ પણ પોલીસની કાર્યવાહીની પ્રશંસા કરી હતી અને કહ્યું હતું કે, આરોપીને કડકમાં કડક સજા થવી જોઈએ. અસીમ સામે એ પણ આરોપ છે કે જ્યારે છોકરીએ તેનો વિરોધ કર્યો તો તેને ધમકાવીને મારપીટ કરી અને ઘણીવાર શારીરિક સંબંધો બાંધ્યા હતા.
જૂનાગઢઃ દામોદર કુંડમાં પરિવાર સાથે ન્હાવા પડેલું 2 વર્ષનું બાળક ડૂબી જતા મોત, પ્રવાસ બન્યો શોકનું કારણ
માતાએ પુત્રીની વાત સાંભળી કરી મદદ
નવસારી પોલીસે કથિત લવ જેહાદના મુખ્ય આરોપી અસીમ શેખની ધરપકડ કરી 10 દિવસના રિમાન્ડ મેળવ્યા છે. અસીમ શેખે 2019થી એક સગીર છોકરીને પોતાની પ્રેમજાળમાં ફસાવીને તેનો ઉપયોગ કર્યો હોવાના આરોપ છે. અસીમ જાણતો હતો કે આ કેસ હિન્દુ-મુસ્લિમ હોઈ શકે છે. તે નવસારીના બીલીમોરામાં રહેતો હતો અને તેણે બળજબરીથી સગીરા સાથે તેના હિન્દુ મિત્ર રોનક પટેલની મદદથી મંદિરમાં લગ્ન કરાવ્યા હતા અને એફિડેવિટ પણ કરાવી હોવાનું સામે આવ્યું છે. અસીમ કિશોરીને ઇસ્લામ કબૂલ કરાવવા માંગતો હતો, જે તેણીએ સ્વીકાર્યો ન હતો. સગીરાને લાગ્યું કે તેનો ઉપયોગ કરાઈ રહ્યો છે ત્યારે તેણે સમગ્રવાત પોતાની માતાને કરી હતી. આખરે અસીમના ચુંગાલમાંથી દીકરીને છોડાવવા કાયદાના દરવાજા ખટખટાવ્યા હતા. આમ અસીમ વિરુદ્ધ હવે ફરિયાદ નોંધાવી છે. પોલીસે અસીમની તો ધરપકડ કરી છે પણ આ કેસમાં મદદગારી કરી સાથ આપનાર તેના હિન્દુ મિત્ર રોનક પટેલની પણ ધરપકડ કરવામાં આવી છે. હવે મંદિરના પૂજારી તથા એફિડેવીટ કરનારની વધુ પૂછપરછ કરવામાં આવશે.
ADVERTISEMENT