નવસારીઃ ફાર્મ હાઉસમાં 6 વ્યક્તિની લક્ઝૂરિયસ પાર્ટીમાં ભંગઃ 43,000નો તો ખાલી દારુ જ પકડાયો, બાકી…

નવસારીઃ આપણે ત્યાં ગુજરાતમાં દારુ મળવો, પીવો, પકડાવો આવી બાબતોમાં નવાઈ રહી નથી, કારણ કે દારુનું ગુજરાતમાં બેફામ માર્કેટ છે, જે જોઈએ, જેવી બ્રાન્ડ જોઈએ…

નવસારીઃ ફાર્મ હાઉસમાં 6 વ્યક્તિની લક્ઝૂરિયસ પાર્ટીમાં ભંગઃ 43,000નો તો ખાલી દારુ જ પકડાયો, બાકી...

નવસારીઃ ફાર્મ હાઉસમાં 6 વ્યક્તિની લક્ઝૂરિયસ પાર્ટીમાં ભંગઃ 43,000નો તો ખાલી દારુ જ પકડાયો, બાકી...

follow google news

નવસારીઃ આપણે ત્યાં ગુજરાતમાં દારુ મળવો, પીવો, પકડાવો આવી બાબતોમાં નવાઈ રહી નથી, કારણ કે દારુનું ગુજરાતમાં બેફામ માર્કેટ છે, જે જોઈએ, જેવી બ્રાન્ડ જોઈએ બસ ખીસ્સામાં રૂપિયા હોય તે પ્રમાણે દારુ પણ મળી જાય છે અને આ વાતને એક કડવા સત્ય તરીકે સ્વીકરવી પણ પડે. જોકે હાલમાં નવસારીમાં એક પોલીસ કાર્યવાહી દરમિયાન ચોંકાવનારી બાબતો સામે આવી છે. નવસારીના ગણદેવા ગામે ફાર્મ હાઉસમાં છ વ્યક્તિની દારુની મહેફીલમાં પોલીસને ભંગ પાડી દેતા તમામની ધરપકડ અને મુદ્દામાલ કબજે કર્યો છે. જોકે અહીં ચોંકાવનારી બાબત એ સામે આવી હતી કે આ સમગ્ર રેડ દરમિયાન પોલીસે 43,300ની કિંમતનો દારુ કબજે કર્યો હતો. બીજી લક્ઝૂરિયસ કાર અને સાઉન્ડ સિસ્ટમ મળી કુલ રૂપિયા 22.80 લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો.

Vadodara: વરરાજાની ગાડી વરઘોડા પર ફરી વળીઃ ભયાનક CCTV આવ્યા સામે

છ વ્યક્તિ વચ્ચે 43000નો દારુ!
નવસારીના ગણદેવા હટવાડા ફળિયામાં આવેલા ફાર્મ હાઉસમાં મહેફીલ ચાલી રહી હતી. જોકે તે દરમિયાન કોઈક રીતે સ્થાનીક પોલીસને આ મહેફિલની જાણ થઈ ગઈ હતી. કારણ કે આ નબીરાઓ દારુની મહેફીલ સાથે જોરથી સાઉન્ડ સિસ્ટમ વગાડી હિચકારો કરતા હતા. પોલીસ પણ સંપૂર્ણ તૈયારીઓ સાથે અહીં આવી ગઈ અને સુરતી નબીરાઓને પકડી પાડ્યા હતા. પકડાયેલા આ નબીરાઓમાં કૃણાલ ગાબાણી, દિક્ષિત ચોવટિયા, રાજુ પટેલ, જીજ્ઞેશ વીઠાણી મિતેષ ભરોડિયા અને નિકુંજ નાવડિયાનો સમાવેશ થાય છે. તમામ સુરતના રહેવાસી હોવાનું સામે આવ્યું છ. પોલીસે જોયું કે આ નબીરાઓ પાસેથી મળી આવેલો દારુ પણ મોંઘોદાટ છે. પોલીસે 43,300ની કિંમતની મોંઘીદાટ દારુની બોટલો અને બિયરના ટીમ મળી તમામ મુદ્દામાલ જપ્ત કરી લીધો હતો. તે ઉપરાંત આ શખ્સો પાસેથી પોલીસે દારુ ઉપરાંત 20 લાખ રૂપિયાની ત્રણ લક્ઝૂરિયસ કાર, સાઉન્ડ સિસ્ટમ મળી કુલ રૂપિયા 22.80 લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.

આ કેસ મામલે ગણદેવી પોલીસે જે પ્રકારે કાર્યવાહી હાથ ધરી હતી. તે સંદર્ભે ડીવાયએસપી એસ કે રાય શું કહે છે આવો સાંભળીએ…

(ઈનપુટઃ રોનક જાની, નવસારી)

    follow whatsapp