નવસારીઃ નવસારીમાં અવારનવાર આપઘાતની ઘટનાઓ સામે આવે છે ત્યારે આજે એક ચોંકાવનારા અહેવાલ પણ સામે આવ્યા છે જેમાં આખા પરિવારે જ મોતની ચાદર ઓઢી લીધી છે. નવસારીના વાંસદામાં ચકચારી બનેલી આ ઘટનામાં માતા પિતાએ પોતાના ગળામાં ગાળીયો નાખતા પહેલા પોતાના માસુમ સંતાનોની હત્યા કરી નાખી હતી અને તે પછી પોતે પણ આપઘાત કરી લીધો છે.
ADVERTISEMENT
‘કોંગ્રેસની અંદર જ બે ભાગ પડ્યા, નારાજ એટલે છીએ કારણ કે…’ કિરીટ પટેલ કેમ દુખી?
પતિના લગ્નેતર સંબંધો બન્યા કારણ?
પ્રાપ્ત વિગતો અનુસાર આજે રવિવારે વાંસદા તાલુકાના રવાણીયા ગામમાં એક પરિવારે સામુહિક આપઘાત કરી લીધો છે. રવાણીયા ગામના આ પરિવારે અચાનક આપઘાત કેમ કરી લીધો તેની તપાસ પોલીસ કરી રહી છે પરંતુ પ્રાથમિક ધોરણે એવો અંદાજ છે કે સમગ્ર ઘટના પાછળ પતિના લગ્નેતર સંબંધો જવાબદાર છે. જોકે પોલીસે આ ઘટનામાં સત્તાવાર કોઈ માહિતી આપી નથી. આગામી સમયમાં પોલીસ તે માહિતી આપશે.
સુરતમાં વધુ એક લવ જેહાદ, ‘વાસુ’ બનીને વિધર્મી યુવકે યુવતીને પ્રેમજાળમાં ફસાવી દુષ્કર્મ આચર્યું
બાળકોને વગર વાંકે મળી સજા
હાલમાં આ ઘટનામાં 7 વર્ષની બાળકી અને એક બાળક એમ બે બાળકોને વગર કોઈ વાંકે મોટી સજા મળી છે. આ તરફ પતિ પત્નીએ જાતે આપઘાત કરી લીધો છે. વાંસદા પોલીસને જ્યારે આ ઘટના અંગેની જાણકારી મળી ત્યારે પોલીસ સ્થળ પર દોડી ગઈ હતી અને પોલીસે તેમના મૃતદેહોને પોસ્ટ મોર્ટમ માટે ખસેડવા સહિતની કાયદાકીય પ્રક્રિયા શરૂ કરી હતી. પોલીસ આ ઘટનામાં તમામ પ્રકારના પાસાઓ પર નજર કરી રહી છે અને વધુ તપાસ આરંભી દીધી છે.
(ઈનપુટઃ રોનક જાની, નવસારી)
ADVERTISEMENT