રોનક જાની.નવસારીઃ નવસારીના જલાલપોર તાલુકામાં એક ગ્રામ્ય વિસ્તારમાં પોલીસ દ્વારા દરોડો કરવામાં આવ્યો હતો. અહીં એક લારી પર ચિકન બિરયાનીના ઓથા હેઠળ ગૌમાંસના સમોસાનું વેચાણ થતું હોવાનું સામે આવ્યું હતું. પોલીસે આખરે આ દરોડાની કાર્યવાહી દરમિયાન લોકોને બીફના સમોસા વેચનારની ધરપકડ કરી છે. તમામ મટીરીયલની ફોરેન્સિક તપાસ પણ હાથ ધરી છે.
ADVERTISEMENT
લ્યો બોલો… નેતાજીએ બાંકડા અગાશીએ ચડાવી દીધા? વીડિયો વાયરલ થતાં અક્કલ આવી ઠેકાણે
FSLમાં ગૌમાંસની થઈ પુષ્ટી
જલાલપોર તાલુકાના ડાભેલ ગામમાં, મરોલી ગ્રામ્ય પોલીસ સાથે મળીને ગૌરક્ષકોએ દરોડો પાડ્યો હતો. ઉલ્લેખનીય છે કે પોલસને ગૌરક્ષકોને સાથે કાર્યવાહીમાં રહેવાની ફરજ કેમ પડી તે પણ એક પ્રશ્ન છે. અહીં દરોડાની કાર્યવાહી દરમિયાન A-ONE ચિકન બિરયાની નામની લારી પર ગૌમાંસના સમોસાનું વેચાણ થતું હતું. આ ડાભેલ ગામમાં છેલ્લા 4 વર્ષથી ચિકન અને બકરીના માંસ અને ગૌમાંસનું વેચાણ કરવાનું કામ ચાલી રહ્યું હોવાનું ગૌરક્ષકો કહે છે. અહીં દરોડા દરમિયાન બીફના સમોસા ચાલતા હતા. પોલીસે લોરીમાંથી મળેલો કાચો માલ તપાસ માટે FSLમાં મોકલ્યો હતો. FSL રિપોર્ટમાં તે ગૌમાંસ હોવાની પુષ્ટિ થઈ હતી. પોલીસે આરોપી અહેમદ મહમુદ સૂજની ધરપકડ કરી અન્ય આરોપીને વોન્ટેડ હોવાનું જણાવી આગળની કાર્યવાહી શરૂ કરી છે.
ADVERTISEMENT