રોનક જાની.નવસારીઃ નવસારીમાં અગ્રવાલ કોલેજ રોડ પર આવેલી એક કન્સ્ટ્રક્શન સાઈટ પર રમતી વખતે બે બાળકોને વીજ કરંટ લાગવાની ઘટના સામે આવી હતી. ગુરુવારે બંને બાળકોને કરંટ લાગતા તુરંત સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયા હતા. આ મામલામાં આજે શુક્રવારે જિલ્લા કોંગ્રેસના કાર્યકરોએ અધ્યક્ષ સહિતના આગેવાનો સામે કાર્યવાહીની માગ કરી છે. સાથે જ કોન્ટ્રાક્ટર સામે પણ બેદરકારીને પગલે પગલા લેવાની માગ કરી છે.
ADVERTISEMENT
હાઈટેન્શન લાઈન નીચે રેતીનો કર્યો ઢગલો
નવસારીના દેવિના પાર્ક વિસ્તારમાં સરકારી શાળા પાસે ચાલી રહેલા બાંધકામ અંગે કોન્ટ્રાક્ટરની બેદરકારી અને બે બાળકોની સલામતીનું ધ્યાન ન રાખવાની વાત કરતાં જિલ્લા કોંગ્રેસે કોન્ટ્રાક્ટર સામે પગલાં લેવાની માંગ કરી છે. જિલ્લા કોંગ્રેસના કાર્યકરોએ અધ્યક્ષ શૈલેશ પટેલ સહિતના આગેવાનો સામે કાર્યવાહી હાથ ધરી છે. અને ધારાસભ્ય અનંત પટેલ, હોસ્પિટલમાં ઘાયલ બાળકોને મળ્યા હતા, અને નગરપાલિકા કોન્ટ્રાક્ટર સામે ગુનાહિત બેદરકારીનો કેસ દાખલ કરવા માંગ કરી હતી.
CBSE બોર્ડના ધો. 10 અને ધો. 12ની પરીક્ષાની તારીખો જાહેર, 55 દિવસ ચાલશે પરીક્ષા
શાળાની નજીક ચાલતા બાંધકામ કોન્ટ્રાક્ટરે રેતીનો ઢગલો કર્યો છે. જે હાઇટેન્શન લાઇનની એકદમ નજીક છે. શાળાના બાળકો રમતા રમતા રેતીના ઢગલા પર ચઢી ગયા હતા. જ્યાં બાળકોને વીજ કરંટ લાગ્યો હતો. જેમાં એક છોકરાને 80% ઇજા થઇ હતી. ઇજાઓ ગંભીર હોવાનું કહેવાય છે.
ADVERTISEMENT