નવસારીઃ ચીખલી ખાતે કેટલાક સખ્સો દ્વારા અહીં કોલેજ સર્કલ પાસે વિનય પટેલ નામના એક યુવકની કરપીણ હત્યા કરી દેવાઈ હતી. આ ઘટનાના પડઘા એવા પડ્યા હતા કે જિલ્લા એસપી સહીતના ઉચ્ચ પોલીસ અધિકારીઓ કર્મચારીઓનો મોટો કાફલો સ્થળ પર દોડી આવ્યો હતો. પોલીસે ઘટનામાં ત્રણ વ્યક્તિની ધરપકડ કરી હતી. જોકે ચીખલીના જ બે શખ્સોના ઈશારે હત્યા થઈ હોવની શંકાઓને પગલે મૃતકના પરિવારજનોએ આજે શુક્રવારે રાત્રે ચીખલી ખાતે શ્રદ્ધાંજલી આપીને કેન્ડલ માર્ચ કાઢવામાં આવી હતી. સમાજના લોકોએ અહીં ન્યાયની માગ કરી હતી.
ADVERTISEMENT
શું બન્યો હતો બનાવ
ચીખલીમાં વિનય પટેલ સરકારી કોન્ટ્રાક્ટર તરીકે કામ કરતો હતો. છેલ્લા ઘણા સમયથી એસીબીને માહિતી આપીને ચીખલીમાં ભ્રષ્ટ સરપંચો સામે તેના દ્વારા મોરચો ખોલવામાં આવ્યો હતો. કોલેજ સર્કલ પાસે આ યુવક પોતાના વાહન પર જઈ રહ્યો હતો ત્યારે બે બાઈક પર ત્રણેક શખ્સો આવ્યા અને લોખંડની પાઈપ વડે હુમલો કર્યો હતો. જેમાં વિનય પટેલનું મોત થયું હતું. આ ઘટના પછી આ ત્રણે શખ્સો જાણે હવામાં ઓગળી ગયા હોય તે રીતે ત્યાંથી ફરાર થઈ ગયા હતા. મામલાની જાણ થતા ઉચ્ચ પોલીસ અધિકારીઓ સહિતનો કાફલો સ્થળ પર દોડી આવ્યો હતો. પોલીસે લાશને પોસ્ટ મોર્ટમ માટે ખસેડીને સીસીટીવી ઉપરાંત અન્ય રીતે પણ આરોપીઓને પકડી પાડવાની તજવીજ હાથ ધરી અને ગણતરીના કલાકોમાં ત્રણ આરોપીને પકડી પાડ્યા હતા. પોલીસે આ ઘટનામાં ત્રણ અજાણ્યા શખ્સો દ્વારા હત્યાને અંજામ અપાઈ હતી. તેમાં આરોપીમાં વશિષ્ટ હસમુખ કોળી પટેલ, રાહુલ પાંચાભાઈ રબારી અને જીગ્નેશ જીવણ પરમારની ધરપકડ કરી છે. પોલીસે તેમની ધરપકડ કર્યા પછી ઘટનાનું રિકન્સ્ટ્રક્સન કરાવવા માટે તેમને મોટા પોલીસ બંદોબસ્ત સાથે સ્થળ પર લઈ ગઈ હતી. પોલીસે તમામ આરોપીને પકડીને વધુ કાર્યવાહી હાથ ધરી છે.
અમરેલીમાં યુવાન બિન્દાસ્ત બાઈક પર બેઠો રહ્યો, નજીકથી ગયા 7 સિંહ- Video
પાલનપુર SOGની ટીમે પકડ્યા આરોપીઓને
નવસારીના ચીખલી ગામમાં બે દિવસ અગાઉ કોલેજ નજીક ત્રણ અજાણ્યા બાઇક પર આવેલા હુમલાખોરોએ નિવૃત પોલીસ કોન્સ્ટેબલના પુત્ર વિનય પટેલની માર મારી હત્યા કરી હતી. જે કેશમાં ભાગેડુ આરોપી પૈકી બે ને ઝડપવા પોલીસે તેમના ફોટા વિવિધ પોલીસ મથકોએ મોકલ્યા હતા. જેમાં પાલનપુર એસઓજી ટીમે બે આરોપીઓ પાલનપુરથી ઝડપી પાડયા છે. એસઓજી પીઆઇ એમ.જે.ચોધરી અને ટીમે બનાસ હોટલ નજીકથી આ હત્યાને અંજામ આપનાર બે આરોપીઓ બાતમી અને ફોટા આધારે ઝડપી પાડયા છે. જેમાં ઝડપાયેલા હત્યારાઓના નામ ઠામ પુછતા વશિશ હસમુખભાઈ કોળી (ઉમર વર્ષ ૨૪) રહે, ચીખલી, ખૂંધ પોખલા તેમજ રાહુલ પાંચાભાઈ રબારી, ચીખલી ખોડવેલ ચોકડી, મૂળ રહે, કુદવા તાલુકો કાંકરેજ જિલ્લો બનાસકાંઠાનો હોવાનું જણાવ્યું હતું. આમ ચીખલીમાં પોલીસપુત્ર એવા યુવકની હત્યા કરનાર આરોપીઓ પૈકી બે આરોપીઓને એસ.ઓ.જી બનાસકાંઠાએ ઝડપી પાડ્યા હતા.
ADVERTISEMENT