નવસારીમાંથી પકડાયો 191 કિલો ગાંજોઃ છટકવા કારમાં અલગ અલગ નંબર પ્લેટ રાખતા

રોનક જાની.નવસારી: નવસારી નેશનલ હાઈવે 48 પરથી પોલીસે અધધધ 191.139 કિલો ગાંજાનો જથ્થો ઝડપી પાડ્યો છે. ટેમ્પો ભરાય તેટલી મોટી માત્રામાં એક કારમાં ગાંજો ભરીને…

Navsari, cannabis, ganja, crime News, Navsari police

Navsari, cannabis, ganja, crime News, Navsari police

follow google news

રોનક જાની.નવસારી: નવસારી નેશનલ હાઈવે 48 પરથી પોલીસે અધધધ 191.139 કિલો ગાંજાનો જથ્થો ઝડપી પાડ્યો છે. ટેમ્પો ભરાય તેટલી મોટી માત્રામાં એક કારમાં ગાંજો ભરીને લઈ જવાઈ રહ્યો હતો. જોકે પોલીસે તેને શંકાને આધારે ઊભી રાખવાનો ઈશારો કર્યો હતો પણ તે તુરંત કાર ઊભી રાખી ઝાડી ઝાંખરામાં ભાગી ગયો. પોલીસને શંકા જતા પોલીસે કાર ચેક કરી હતી. કાર ચેક કરતા તેમાંથી અધધધ માત્રામાં ગાંજો મળી આવ્યો હતો. પોલીસે કાર અને જથ્થો જપ્ત કરીને વધુ કાર્યવાહી હાથ ધરી છે.

લોરેન્સ બિશ્નોઈના સાગરિતો ડ્રગ્સ સાથે પકડાયા, સુરેન્દ્રનગરના ઈતિહાસમાં પહેલીવાર બન્યું આવું

નવસારી રૂરલ પોલીસના માણસો ને.હા.નં-૪૮ ઉપર ધોળાપીપળા ઓવરબ્રીજ નજીક હતા તે દરમ્યાન મુંબઈથી અમદાવાદ તરફ પસાર થતી સફેદ કલરની રેનોલ્ટ કાર રજી.નંબર GJ- 01-RE-6704 ઉપર શંકા જતા કાર ચાલકને કાર ઊભી રાખવા પોલીસે ઈશારો કર્યો હતો. જોકે કાર ચાલકે કાર ઊભી ન રાખી અને પુરઝડપે હંકારી નાસી છૂટ્યો હતો. છતા પોલીસે કાર ચાલકનો પીછો કરતા કાર ચાલક પોલીસથી બચવા માટે હાઇવેથી આમરી, કસ્બાગામ તરફ જતા રોડ તરફ હંકારી આમરી ગામ ખડકી ફળીયામાં પહોંચી ગયો હતો. જ્યાં પડતર જગ્યા પાસે રસ્તો પુરો થઇ જતા કાર ચાલક કાર મુકી નાસી છૂટ્યો હતો. જેને પકડવા માટે પોલીસના માણસો પાછળ દોડ્યા પરંતુ કાર ચાલક ઝાડી ઝાખરા તથા આંબાની વાડીની આડમાં નાસી છૂટ્યો હતો. પોલીસે કારમાં તપાસ કરતા કારમાંથી અલગ અલગ ત્રણ નંબર પ્લેટો મળી આવી અને કારમાં લગાવેલા આર.ટી.ઓ. રજીસ્ટ્રેશન નંબર પ્લેટ ખોટી લગાવેલી હોવાનું જણાઈ આવ્યું હતું. જે કારમાંથી ગાંજાનો જથ્થો ૧૯૧.૧૩૯ કિ.ગ્રા, જેની કિંમત રૂપિયા ૧૯,૧૧,૩૯૦ જથ્થો કબ્જે કરી કાર ચલાકને વોન્ટેડ બતાવી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

1) GJ-01-RE-6704 પકડાયેલ કાર ઉપર લગાવેલ નંબર પ્લેટ,
કારમાંથી મળેલ નંબર પ્લેટ
2- TS-08-EH-0909
3- MH-23-A5-1744
4- MP-09-CR-8610
ચાર ફાસ્ટ ટેગ ઉપરાંત કારમાંથી ચાર શર્ટ પણ મળી આવ્યા છે.

    follow whatsapp