નવસારીમાં 2017ના ઉમેદવાર સહિત 5000 કોંગ્રેસીઓ ભાજપમાં જોડાયા

રૌનક જાની.નવસારી: નવસારી ખાતે પોતાના ઉમેદવારના પ્રચાર માટે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી. નડ્ડા અને ગુજરાત પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલની બેઠકમાં નવસારી અને જલાલપોર વિધાનસભા મતવિસ્તારમાંથી 4000…

gujarattak
follow google news

રૌનક જાની.નવસારી: નવસારી ખાતે પોતાના ઉમેદવારના પ્રચાર માટે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી. નડ્ડા અને ગુજરાત પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલની બેઠકમાં નવસારી અને જલાલપોર વિધાનસભા મતવિસ્તારમાંથી 4000 જ્યારે વાંસદા વિધાનસભામાં છેલ્લા બે દિવસમાં 1000 જેટલા કોંગ્રેસના કાર્યકરો કોંગ્રેસ પક્ષ છોડીને ભાજપમાં જોડાયા હતા.

આર સી પટેલને સાત ટર્મથી ટિકિટ આપીઃ પાટીલ
2017માં કોંગ્રેસ પક્ષમાંથી આરસી પટેલ સામે ચૂંટણી લડનાર પરિમલ પટેલ ભાજપમાં જોડાયા હતા. જલાલપોર વિધાનસભા બેઠક પર ભાજપના ઉમેદવાર આર.સી.પટેલના ચૂંટણી પ્રચાર માટે જનસભાને સંબોધતા પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલે જણાવ્યું હતું કે આરસી પટેલ છઠ્ઠી વખત ચૂંટણી લડવા જઈ રહ્યા છે અને જીતની સિક્સર મારશે. ભારતીય જનતા પાર્ટીમાં સત્તા વિરોધી લહેર નથી, તેનું ઉદાહરણ છે કે છેલ્લી સાત ટર્મથી આરસી પટેલને ટિકિટ આપવામાં આવી છે.

પાટીલે કહ્યું કે 1 લાખની લીડ કરવી પડશે
સી.આર.પાટીલે કાર્યકરોને જણાવ્યું હતું કે, ગત વર્ષે 2017માં જલાલપોરના ઉમેદવારને 27000ની લીડ મળી હતી, જેને આ વખતે તોડીને એક લાખની લીડ કરવી પડશે. તેમણે એવું પણ કહ્યું કે, કોંગ્રેસનું કામ નહીં પરંતુ ભ્રષ્ટાચાર બોલે છે. આ વર્ષે જલાલપોર સીટ પર કોંગ્રેસની ડિપોઝિટ જપ્ત થઈ જવી જોઈએ.

કોંગ્રેસના પરિમલ પટેલ 2000 સમર્થકો સાથે ભાજપમાં જોડાયા
2017માં, કોંગ્રેસના ઉમેદવાર પરિમલ પટેલ ભાજપના આર.સી.પટેલ સામે લડ્યા હતા અને 27000 મતોથી હારી ગયા હતા, તે જ પરિમલ પટેલ તેમના 2000 સમર્થકો સાથે પ્રદેશ ભાજપ પ્રમુખ સીઆર પાટીલના હાથે ભાજપમાં જોડાયા હતા.

જિલ્લામાં 5000 જેટલા કોંગ્રેસીઓ ભાજપમાં જોડાયા હતા
વિધાનસભાની ચૂંટણીને આડે હવે થોડા જ દિવસો બાકી છે ત્યારે નવસારી કોંગ્રેસને મોટો ફટકો ત્યારે પડ્યો છે જ્યારે નવસારીના 2000, જલાલપોરના 2000 અને વાંસદા વિધાનસભા મત વિસ્તારના 1000 કોંગ્રેસી કાર્યકરો પાર્ટી છોડીને ભાજપમાં જોડાયા છે.

    follow whatsapp