Navsari: MLAની હાજરીમાં ભાજપના જ કાર્યકરો ફરી ભાજપમાં જોડાયા? કોંગ્રેસ MLA અનંત પટેલનો દાવો

નવસારીમાં ભાજપમાં કાર્યકર્તાઓને જોડવાને લઈને BJP-કોંગ્રેસ આમને સામને. કોંગ્રેસના 100થી વધુ કાર્યકર્તાઓ ભાજપમાં જોડાયા હોવાનો ગણદેવીના ધારાસભ્યનો દાવો. વાંસદાના કોંગી ધારાસભ્ય અનંત પટેલ મુજબ, નવા…

Navsari BJP Workers

Navsari BJP Workers

follow google news
  • નવસારીમાં ભાજપમાં કાર્યકર્તાઓને જોડવાને લઈને BJP-કોંગ્રેસ આમને સામને.
  • કોંગ્રેસના 100થી વધુ કાર્યકર્તાઓ ભાજપમાં જોડાયા હોવાનો ગણદેવીના ધારાસભ્યનો દાવો.
  • વાંસદાના કોંગી ધારાસભ્ય અનંત પટેલ મુજબ, નવા જોડાયેલા સભ્યો પહેલાથી ભાજપમાં હતા.

Navsari News: લોકસભાની ચૂંટણી પહેલા ગુજરાત ભાજપમાં ભરતી મેળો શરૂ થયો હોય એમ રોજે રોજ રાજકીય અગ્રણીઓ અને રાજનેતાઓના પાર્ટીમાં જોડાવાની ખબર આવી રહી છે. નવસારીમાં કોંગ્રેસના 100થી વધુ કાર્યકર્તા ભાજપમાં જોડાયા હોવાનો દાવો કરવામાં આવ્યો હતો. ત્યારે બીજી તરફ વાંસદાના કોંગ્રેસના ધારાસભ્ય અનંત પટેલે આ કાર્યકર્તાઓ પહેલાથી જ ભાજપના જ લોકો હોવાનો આરોપ લગાવતા નવસારીમાં રાજકારણ ગરમાયું છે.

ભાજપને કોંગ્રેસના ગાબડું પાડ્યાનો દાવો

નવસારીમાં ખેરગામ તાલુકાના વાંસદા મતવિસ્તારમાં આવતા પાણીખડક ગામના આદિવાસી સમાજના 100થી વધુ કોંગ્રેસી કાર્યકર્તાઓએ ભાજપનો કેસરીયો ખેસ પહેર્યો હોવાનો ભાજપે દાવો કર્યો હતો. ગણદેવીના ધારાસભ્ય નરેશ પટેલ અને અન્ય ભાજપના હોદ્દેદારોની ઉપસ્થિતિમાં કોંગી કાર્યકર્તાઓ ભાજપમાં જોડાયા હોવાનું ધારાસભ્ય નરેશ પટેલનું કહેવું છે.

અનંત પટેલે દાવો ખોટો ગણાવ્યો?

ત્યારે બીજી તરફ આ સમગ્ર મામલે વાંસદાના કોંગ્રેસના ધારાસભ્ય અનંત પટેલે કહ્યું કે, ખેરગાતમ તાલુકાના પાણીગેટ વિસ્તારમાં આજે માજી મંત્રી અને ગણદેવીના ધારાસભ્યએ કોંગ્રેસમાંથી ઘણા બધાને ખેસ પહેરાવ્યા હોવાની વાત છે. એ કાર્યકર્તાઓ અમારા નહોતા. ભાજપના કાર્યકર્તાઓને જ ભાજપમાં જોડ્યા છે. આ નવાઈની વાત નથી માત્ર દેખાડો કરવાની વાત છે. અમારા કોઈ કાર્યકર્તા ભાજપમાં જોડાયા નથી.

ભાજપ કે કોંગ્રેસના MLAમાંથી સાચું કોણ?

ત્યારે સવાલ એ થાય છે કે ભાજપના ધારાસભ્ય કે કોંગ્રેસના ધારાસભ્ય બંનેમાંથી સાચું કોણ? શું ભાજપમાં જોડાયેલા લોકો ભાજપના જ કાર્યકરો હતા કે પછી તેઓ કોંગ્રેસના જૂના કાર્યકરો હતા?

    follow whatsapp