દ. ગુજરાતમાં જામ્યો વરસાદી માહોલ, ચીખલીમાં 6 કલાકમાં 4 ઈંચ વરસાદ, આજે ક્યાં-ક્યાં વરસાદની આગાહી?

Gujarat Rain News: હવામાન વિભાગની આગાહીને પગલે દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં ફરી મેઘાની મહેર વરસી છે. બુધવારે સાંજથી નવસારી અને ડાંગ જિલ્લામાં વરસાદી માહોલ જામ્યો હતો.…

gujarattak
follow google news

Gujarat Rain News: હવામાન વિભાગની આગાહીને પગલે દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં ફરી મેઘાની મહેર વરસી છે. બુધવારે સાંજથી નવસારી અને ડાંગ જિલ્લામાં વરસાદી માહોલ જામ્યો હતો. મોડી રાત્રે નવસારીમાં સરેરાશ પોણા બે ઈંચ વરસાદ વરસ્યો હતો. જેમાં ચીખલી, વાંસદા અને ખેરગામ તાલુકામાં 2 ઇંચથી વધુ વરસાદ નોંધાયો હતા. તો વરસાદથી શેરડી અને ડાંગર પકવતા ખેડૂતોના ચહેરા પર પણ ખુશીની લહેર છવાઈ ગઈ હતી. રાજ્યમાં આજે પણ અનેક ભાગોમાં વરસાદની આગાહી કરવામાં આવેલી છે.

નવસારીમાં સૌથી વધારે વાંસદામાં વરસાદ નોંધાયો હતો. વાંસદામાં 6 કલાકમાં 4 ઈંચ વરસાદ ખાબક્યો હતો. રાત્રે 12 વાગ્યાથી સવારે 6 વાગ્યાના આંકડા પર નજર કરીએ તો નવસારીમાં 10 મિમી, જલાલપોરમાં 6 મિમી, ગણદેવીમાં 22 મિમી, ચીખલીમાં 55 મિમી, ખેરગામમાં 67 મિમી અને વાંસદામાં 94 મિમી વરસાદ નોંધાયો હતો.

હવામાન વિભાગ મુજબ રાજ્યમાં હજુ 5 દિવસ વરસાદની આગાહી છે. જેમાં અમદાવાદ, પંચમહાલ, દાહોદમાં વરસાદ પડી શકે છે. તૌ સોરાષ્ટ્રમાં પણ હળવાથી મધ્યમ વરસાદની સંભાવના છે. છોટા ઉદેપુર, નર્મદા, સુરત, ડાંગમાં ભારે વરસાદની તો નવસારી, વલસાડ અને તાપીમાં પવન સાથે ભારે વરસાદની આગાહી કરાઈ છે.

(ઈનપુટ: રોનક જાની, નવસારી)

 

    follow whatsapp