અસિમિત વાણીવિલાસ કરનાર નૌતમ સ્વામીની તમામ પદો પરથી હકાલપટ્ટી

Salangpur Temple Controversy: સાળંગપુર મંદિરમાં હનુમાનજી મહારાજના ભીંતચિત્રોને પગલે સાધુ-સંતોમાં ભારે ગુસ્સો જોવા મળી રહ્યો છે. ખાસ કરીને સ્વામિનારાયણ સંપ્રદાયના સંતો જે પ્રકારે વાણીવિલાસ કરી…

Nautam swami

Nautam swami

follow google news

Salangpur Temple Controversy: સાળંગપુર મંદિરમાં હનુમાનજી મહારાજના ભીંતચિત્રોને પગલે સાધુ-સંતોમાં ભારે ગુસ્સો જોવા મળી રહ્યો છે. ખાસ કરીને સ્વામિનારાયણ સંપ્રદાયના સંતો જે પ્રકારે વાણીવિલાસ કરી રહ્યા છે તેના કારણે સનાતન ધર્મીઓમાં અને સાધુ સંતોમાં ખુબ જ ઉશ્કેરાટ જોવા મળી રહ્યો છે. જો કે આ તમામ વિવાદ વચ્ચે સૌથી ઉગ્રપ્રતિક્રિયા આપનારા નૌતમ સ્વામીને ગુજરાતના પ્રાંતના સાધઉ સમાજના અધ્યક્ષ પદેથી હટાવી દેવાયા છે. ઉત્તરપ્રદેશના લખનઉમાં મળેલી બેઠકમાં નિર્ણય લેવાયો છે.

અમદાવાદ ખાતે સંત સમુદાયે વ્યક્ત કર્યો આક્રોશ

અત્રે ઉલ્લેખનીય છે કે, આજે અમદાવાદના લંબેનારાયણ આશ્રમ ખાતે આયોજીત બેઠકમાં સાધુ-સંતોએ નૌતમ સ્વામીને અખિલ ભારતીય સંત સમિતીના અધ્યક્ષ પદેથી હકાલપટ્ટી કરવામાં આવી છે. અત્રે ઉલ્લેખનીય છે કે, અમદાવાદ-સાણંદ હાઇવે પર આવેલા લંબે નારાયણ આશ્રમ ખાતે સાધુ-સંતોની બેઠક આયોજીત થઇ હતી. જેમાં મોટી સંખ્યામાં સાધુ-સંતો હાજર રહ્યા હતા. આ બેઠકમાં વાણીવિલાસ કરનારા નૌતમ સ્વામિની તમામ પદો પરથી હકાલપટ્ટીની ઉગ્ર માંગ કરાઇ હતી.

લખનઉમાં આયોજીત સંત સમાજની બેઠકમાં નૌતમ સ્વામીની હકાલપટ્ટી

બીજી તરફ ઉત્તર પ્રદેશના લખનઉ ખાતે આ મામલે મહત્વની બેઠક આયોજીત થઇ હતી. જેમાં ગુજરાતમાં સાધુ-સંતો દ્વારા થયેલા વિરોધને ધ્યાને રાખીને ઉત્તરપ્રદેશના લખનઉ ખાતે આયોજીત અખિલ ભારતીય સંત સમિતીની કાર્યકારણીની બેઠકમાં નૌતમ સ્વામિને ગુજરાત પ્રાંતના અધ્યક્ષ પદ સહિતના તમામ પદો પરથી હકાલપટ્ટી કરવામાં આવી હતી.

    follow whatsapp