ભાર્ગવી જોશી.જૂનાગઢઃ આજે 12 ઓગસ્ટ રાષ્ટ્રીય ગ્રંથાલય દિવસની દેશભરમાં ઉજવણી કરવામાં આવી રહી છે. જૂનાગઢ ખાતે નવાબોના સમયના આ મહા વિદ્યાલયમાં અલભ્ય પુસ્તકોનો વારસો છે. નવાબ રસુલખાન ખુદ પુસ્તક પ્રિય હતા અને વિશ્વભરની અલભ્ય પુસ્તકો વસાવતા જે અહીં લાયબ્રેરીમાં મુકવામાં આવી છે.
ADVERTISEMENT
સોનાના પેજઃ 20 લાખની કિંમત ધરાવતા પુસ્તકો પણ બન્યા ગૌરવ
આજે અહિ રાષ્ટ્રીય ગ્રંથાલય દિવસની ઉજવણી રૂપે ખાસ આ અલભ્ય પુસ્તકો પ્રદર્શની માટે મૂકવામાં આવ્યા હતા. ત્યારે 200 વર્ષ જૂના શંકરાચાર્ય રચિત પુસ્તક ભાષ્ય જોઇ વિદ્યાર્થીઓ ખૂબ રોમાંચિત થયા છે. આ પુસ્તકમાં, સોનાના પેજ છે જે 40 થી 50 ગ્રામ વજન ધરાવે છે. અંદાજે તેની કિંમત 20 લાખ છે. આટલું મૂલ્યવાન પુસ્તક જૂનાગઢની આ લાયબ્રેરીમાં છે તે જૂનાગઢ માટે ગૌરવની વાત છે. જૂનાગઢની 123 વર્ષ જૂની બહાઉદ્દીન કોલેજમાં છે. દરેક ધર્મ અને સંસ્કૃતિમાં પુસ્તકો છે. દરેક ભાષા અને વિજ્ઞાન ટેકનોલોજીના પુસ્તકો છે.
શિક્ષકો દ્વારા ઈડરમાં મૌન ધરણા, માગોને લઈ ઉગ્ર આંદોલનની ચીમકી
ધર્મને ખરી રીતે સમજવાની પણ તક
ભાષા અને સાહિત્યના પુસ્તકો છે. શ્રીમદ ભગવદ ગીતા, પુરાણો, મહાભારત, કુરાન, બાઇબલ, રામાયણ જેવા ધાર્મિક પુસ્તકો પણ છે. આમ ધર્મના નામે થતા રાજકારણ વચ્ચે ધર્મને નજીકથી સમજવાની ખરી રીતે જાણવાની પણ એક તક જૂનાગઢવાસીઓ પાસે છે. જો અહીં સ્પર્ધાત્મક પરીક્ષા તૈયારી કરાવવામાં આવે તો વિધાર્થીઓને ખૂબ સારો એવો જ્ઞાનનો ખજાનો મળી શકે તેમ છે. આજ મહાવિદ્યાલયમાં અભ્યાસ કરી ધૂમકેતુ, ઝવેરચંદ મેઘાણી, ડોલરરાય માંકડ, મનુભાઈ ત્રિવેદી, રાજેન્દ્ર શુકલા, મનોજ ખંડેરિયા, પ્રફુલ નાણાવટી જેવા નામી લેખકો, કવિઓ, વૈજ્ઞાનિકો, ન્યાયધીશો વેગેરે મહાનુભાવોએ આજ લાયબ્રેરીમાં અભ્યાસ કર્યો હતો. અહીં પુસ્તકો છે, રસરુચિ ધરાવતા વિદ્યાથીઓ છે બસ જરૂર છે માત્ર UPSC, GPSC જેવા વર્ગો ખોલી વિદ્યાર્થીઓ માટે જ્ઞાનનો ખજાનો પીરસવાની. રાષ્ટ્રીય ગ્રંથાલય દિવસની ઉજવણી રૂપે યોજાયેલા કાર્યક્રમ સાથે વિદ્યાથીઓએ આ પુસ્તકોનો વધુ સારો ઉપયોગ થઈ શકે તે માટે સ્પર્ધાત્મક પરીક્ષાના વર્ગો ખોલવા અંગે માંગ કરી છે.
ADVERTISEMENT