Ahmedabnad: NID ખાતે ‘Then & Them’ એક્ઝિબિશનનું આયોજનઃ અપાશે 1960થી 80ના ડિઝાઈન્સ અંગે માહિતી

અમદાવાદઃ અમદાવાદ શહેરમાં આવેલી નેશનલ ઇન્સ્ટિટ્યૂટ (NID) ખાતે ‘Then & Them’ ટાઈટલ હેઠળ એક્ઝિબિશનનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં 1960થી 1980ના સમયગાળા દરમિયાનના NIDએ ડિઝાઈન…

Ahmedabnad: NID ખાતે 'Then & Them' એક્ઝિબિશનનું આયોજનઃ અપાશે 1960થી 80 દરમિયાનના ડિઝાઈન્સ અંગે રસપ્રદ જાણકારી

Ahmedabnad: NID ખાતે 'Then & Them' એક્ઝિબિશનનું આયોજનઃ અપાશે 1960થી 80 દરમિયાનના ડિઝાઈન્સ અંગે રસપ્રદ જાણકારી

follow google news

અમદાવાદઃ અમદાવાદ શહેરમાં આવેલી નેશનલ ઇન્સ્ટિટ્યૂટ (NID) ખાતે ‘Then & Them’ ટાઈટલ હેઠળ એક્ઝિબિશનનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં 1960થી 1980ના સમયગાળા દરમિયાનના NIDએ ડિઝાઈન કરેલા એક્ઝિબિશન વિશે લોકોને જાણકારી આપવામાં આવનાર છે.

આર્ટ અને એગ્રીકલ્ચરનો સમાવેશ
NIDના અંડર ગ્રેજ્યુએશનના સેમેસ્ટર ફોરના વિદ્યાર્તીઓ માટે આ ખાસ એક્ઝિબિશન ડિઝાઈન કરવામાં આવ્યું છે. જેમાં NID દ્વારા દેશ વિદેશમાં ભારત સરકાર સાથે મળીને ભારતીય સંસ્કૃતિને એક્સપ્લોર કરવા એક્ઝિબિશન ડિઝાઈન કરાયું હતું. ધેન એન્ડ ધેમ થીમ પણ ખુબ વિચારીને નક્કી કરાઈ હતી. જેમાં તે સમયના કલાત્મક વિચારો, ડિઝાઈનીંગ કલ્ચર, સ્પેસ, ગ્રાફિક્સ, વગેરે પાસાઓને આવરી લેવામાં આવ્યા છે. એક્ઝિબિશનમાં જવાહરલાલ નહેરુના જીવનના મહત્વના પાસાઓ ઉપરાંત ખાસ કરીને એગ્રીકલ્ચર અને આર્ટનો સમાવેશ કરાયો છે.

‘પપ્પા આવતા શનિવારે મળીશું’- ઘોઘંબાની યુવતીની હાલોલની ગર્લ્સ હોસ્ટેલમાંથી મળી લટકતી લાશ

માટીથી એક્તાનો સંદેશ
એગ્રીકલ્ચરના મહત્વને લઈને વર્ષ 1977માં દિલ્હીના પ્રગતિ મેદાન ખાતે એગ્રીકલ્ચર એક્ઝિબિશન થયું હતું. જેમાં એનઆઈડીને એક ટાસ્ક પ્રમાણે અલગ અલગ રાજ્યની માટી એકત્ર કરવામાં આવી હતી જે સૌથી વધુ ચર્ચાનું કેન્દ્ર બન્યો હતો. આમ અલગ અલગ રાજ્ય વચ્ચેની એકતાનો સંદેશ અપાયો હતો. આ વિચારને ફરી જીવંત કરવા માટે વિદ્યાર્થીઓએ આ એક્ઝિબિશનનું આયોજન કર્યું છે અને ચાર અલગ અલગ જગ્યાની માટી મુકી છે.

    follow whatsapp