બાગેશ્વર ધામના ધીરેન્દ્ર શાસ્ત્રી મુદ્દે કથાકાર મોરારી બાપુનું મોટું નિવેદન, જાણો શું કહ્યું

રાજકોટ: સામાજિક અને શૈક્ષણિક કાર્ય હેતુ સમયાંતરે રાજકોટની મુલાકાત લેતા મોરારીબાપુએ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કાર્યક્રમમાં ખાસ હાજરી આપી હતી. ત્યારે રાજકોટમાં કથાકાર મોરારીબાપુએ બાગેશ્વરધામના ધીરેન્દ્ર શાસ્ત્રીને…

gujarattak
follow google news

રાજકોટ: સામાજિક અને શૈક્ષણિક કાર્ય હેતુ સમયાંતરે રાજકોટની મુલાકાત લેતા મોરારીબાપુએ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કાર્યક્રમમાં ખાસ હાજરી આપી હતી. ત્યારે રાજકોટમાં કથાકાર મોરારીબાપુએ બાગેશ્વરધામના ધીરેન્દ્ર શાસ્ત્રીને લઈ નિવેદન સામે આવ્યું છે. ખૂબજ ચર્ચામાં રહેલા ધીરેન્દ્ર શાસ્ત્રી વિષે મોરારીબાપુને પૂછવામાં આવતા તેમણે કહ્યું કે, બહુચર્ચિત બાગેશ્વરધામના ધીરેન્દ્ર શાસ્ત્રીનો મારે પરિચય નથી. જોકે મોરારીબાપુની અગાઉની કથામાં ધીરેન્દ્ર શાસ્ત્રી અતિથિ તરીકે આવેલા હોવાની પણ ચર્ચા છે.

કેટલાક સમયથી ધીરેન શાસ્ત્રી પોતાના પ્રવર્ચનથી વિવાદોમાં છે. આ દરમિયાન રાજકોટમાં પત્રકાર ભવનના સુવર્ણ જયંતિ કાર્યક્રમમાં મોરારી બાપુ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. આ દરમિયાન પત્રકારોના પ્રશ્નોના જવાબમાં જ્યારે ધીરેન્દ્ર શાસ્ત્રીને લઇ તેમને પૂછવામાં આવ્યું તો તેમણે કહ્યું કે હું તેમના વિશે વધારે જાણતો નથી.

આ પણ વાંચો: કચ્છની દરિયાઇ સીમામાંથી ચરસ મળવાનો સિલસિલો યથાવત, ફરીથી બિનવારસી ચરસનું પેકેટ મળ્યું

ધીરેન્દ્રશાસ્ત્રીએ બાપુને આમંત્રણ પણ પાઠવ્યું હતું  
એક સમયે ધીરેન્દ્રશાસ્ત્રી બાપુની કથામાં ઉપસ્થિત રહ્યા હતા. ત્યારે હવે મોરારી બાપુએ ધીરેન્દ્રશાસ્ત્રીથી વધુ પરિચિત ન હોવાનું કહયું છે. જોકે મળતી માહિતી મુજબ ધીરેન્દ્ર શાસ્ત્રીએ લગભગ નવ મહિના પહેલા મોરારી બાપુની રામ કથામાં ભાગ લીધો હતો અને સંબોધન પણ કર્યું હતું. કથામાં ધીરેન્દ્ર શાસ્ત્રીએ મોરારી બાપુને યુગ તુલસી, વર્તમાન તુલસી કહીને સંબોધ્યા હતા. વ્યાસ પીઠ પાસે ઊભા રહીને કથામાં પોતાનું વક્તવ્ય આપ્યું હતું. બુંદેલખંડમાં ચાલી રહેલી કથામાં મોરારી બાપુને ધીરેન્દ્ર શાસ્ત્રીએ બાગેશ્વર ધામ હનુમાનજી મહારાજના દર્શન કરવા આમંત્રણ આપ્યું હતું.

તમારા વ્હોટ્સએપ પર વધારે સમાચારો અને બ્રેકિંગ ન્યૂઝ મેળવવા માટે ક્લિક કરો…

    follow whatsapp