અમદાવાદઃ અમદાવાદમાં વર્ષ 2002ના રમખાણો દરમિયાન નરોડા ગામમાં 11 વ્યક્તિને જીવતા સળગાવી દેવાના કેસમાં સ્પેશ્યલ કોર્ટ દ્વારા તમામ આરોપીઓને નિર્દોષ છોડવાના હુકમને હવે હાઈકોર્ટમાં પડકારવાની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. સુપ્રીમ કોર્ટ રચીત એસઆઈટી સ્પેશ્યલ કોર્ટના ચુકાદાની કોપીનો અભ્યાસ કરશે અને તેને હાઈકોર્ટમાં પડકારશે.
ADVERTISEMENT
ચુકાદાથી આરોપીઓ હરખાઈ ગયા
ગુજરાતના માથે 2002ના રમખાણો કાળી ટીલીની જેમ લાગેલા છે. આ દરમિયાન એવા એવા અમાનવીય કૃત્યો થયા છે કે તે સમયને યાદ કરતા પણ ધ્રુજારી છૂટી જાય. આવો જ એક કંપારી છોડાવી દેનારો હત્યા કાંડ નરોડા ગામમાં થયો હતો. અહીં 11 વ્યક્તિઓને જીવતા સળગાવી દેવાયા હતા. જેમાં પૂર્વ મંત્રી માયા કોડનાની, જયદીપ પટેલ, બાબુ બજરંગી સહિતના 86 લોકો સામે ગુનો નોંધાયો હતો. ગત 20 એપ્રિલે જ આ અંગે સ્પેશ્યલ કોર્ટ દ્વારા ચુકાદો આપવામાં આવ્યો, જેમાં તમામ આરોપીઓને નિર્દોષ જાહેર કરવામાં આવ્યા હતા. આ અંગે સ્પેશ્યલ કોર્ટના જજ એસ બક્ષી દ્વારા ચુકાદો સંભળાવાયો હતો. ચુકાદો સાંભળ્યા પછી આરોપીઓની આંખોમાં ખુશીના આંસુ આવી ગયા હતા તો પીડિતોના જીવ બળીને ખાખ થઈ ગયા હતા.
સગીર વયના ‘વ્હાલા’ સંતાનને વાહનની ચાવી આપવી આ માતા-પિતાને પડી ભારેઃ 3 મહિનામાં 15 પેરેન્ટ્સ સામે ફરિયાદ
કોની સામે હતા આરોપ
નરોડા ગામમાં 27મી ફેબ્રુઆરી 2002માં ગોધરાકાંડના પ્રત્યાઘાતો રૂપે 28મી ફેબ્રુઆરી 2002એ પાટિયા નજીક 11 વ્યક્તિઓની હત્યા કરવામાં આવી હતી. 21 વર્ષ સુધી ચાલેલા આ કેસમાં કોણ કોણ હતું આરોપી આવો જાણીએ.
ડોક્ટર માયા સુરેન્દ્રભાઈ કોડનાની
ડોક્ટર જયદીપ અંબાલાલ પટેલ
મુકેશ બાબુલાલ વ્યાસ
રાકેશભાઈ ઉર્ફે લાલો કનુભાઈ વ્યાસ
સંજયભાઈ રમણભાઈ વ્યાસ
બળદેવ પ્રહલાદભાઈ ઠાકોર
ચંદુજી ઠાકોર
અજય રમણલાલ ખેતરા ધોબી
સમીર હસમુખભાઈ પટેલ
ખુશાલ પુંજાજી સોલંકી
ઉકાજી ઉર્ફે બચુજી બાબાજી ઠાકોર
દિનેશકુમાર ઉકાજી ઉર્ફે બચુભાઈ ઠાકોર
રામસિંગ ઠાકોર
ભરત રામસિંગ ઠાકોર
કિસન ખૂબચંદ કોરાણી
રાજકુમાર ઉર્ફે રાજુ ગોપીમલ ચોમલ
જગદીશ ચીમનલાલ પટેલ
કનુ રતિલાલ વ્યાસ
વિનુ માવજીભાઈ કોળી (ચૌહાણ)
દિનેશ કચરાભાઈ પટેલ
શાંતિલાલ વાલજીભાઈ પટેલ
ગિરીશ હરગોવિંદભાઈ પ્રજાપતિ
પદ્મેન્દ્રસિંહ ઉર્ફે પીજે જશવંતસિંહ રાજપુત
બાબુ ઉર્ફે બાબુ બજરંગી રાજાભાઈ પટેલ
નરેશ ઉર્ફે વિજીયો બાબુભાઈ મકવાણા દરજી
રિતેશ ઉર્ફે પોંચ્યા દાદા બાબુભાઈ વ્યાસ
અજય બચુભાઈ ઠાકોર
રમણ પ્રહલાદભાઈ ઠાકોર
સુનિલ ઉર્ફે ચંકી ગોપાલભાઈ નાયર
દિનેશકુમાર રમણલાલ પટેલ
નવીન પ્રવીણભાઈ કડિયા
નગીન પ્રતાપભાઈ ઠાકોર
હરેશ ઉર્ફે હર્ષદ રમણલાલ સોની
રાજેશ કિશોરભાઈ ભીખાભાઈ દરજી
અશ્વિનકુમાર કનૈયાલાલ જોશી
રાજેશ ઉર્ફે રાજુ નટવરલાલ પંચાલ
પ્રવીણ કુમાર હરિભાઈ મોદી
વિક્રમ ઉર્ફે ટીનીયો મણીલાલ ઠાકોર
પ્રદીપ ઉર્ફે બેન્કર કાંતિલાલ સંઘવી
વલ્લભ કુબેરભાઈ પટેલ
વિષ્ણુજી પોપટજી ઠાકોર
મનુ પુનાભાઈ ઠાકોર
હંસરાજ પન્નાલાલ માળી
પ્રભુ ઉર્ફે ધૂમ ભુપતજી ઠાકોર
જગદીશ રમણભાઈ પ્રજાપતિ
અશોક ચંદુભાઈ સોની
રમેશ ભલાભાઇ ઠાકોર
રાજેશ ઉર્ફે રાજુ ઉર્ફે કબુતર મોહનલાલ પરમાર
મિતેશ ગીરીશભાઈ ઠક્કર
વિનોદ ઉર્ફે વિનુ પહેલરામ ચેતવાણી
હરેશ પારસરામ રોહેરા
રમણ વ્યાસ
સંજય પીન્ટુ ચેનલ વાળો કનુભાઈ વ્યાસ
ભીખા ઉર્ફે હિંમતભાઈ જગાભાઈ પટેલ (ઢોલરીયા)
સુનિલ ઉર્ફે સુરેશ સનાભાઇ પટેલ
રાકેશકુમાર મંગળદાસ પંચાલ
પ્રદ્યુમન બાલુભાઈ પટેલ
અનિલ કુમાર ઉર્ફે ચુંગી પ્રહલાદભાઈ પટેલ
મણિલાલ મોહનજી ઠાકોર
જગદીશ ઉર્ફે જગો રિક્ષાવાળો ચુનીલાલ ચૌહાણ
બિરજુ રમેશચંદ્ર પંચાલ
ગોવિંદજી ઉર્ફે ગોવો છનાજી ઠાકોર
પ્રકાશ ઉર્ફે પકાભાઈ રમેશચંદ્ર ભાટીયા
વિજય કુમાર દશરથભાઈ ત્રિવેદી
નિમેષ ઉર્ફે શ્યામુ બિપીનચંદ્ર પટેલ
પંકજકુમાર મહેન્દ્રભાઈ પરીખ
અશોક રમેશભાઈ પંચાલ
પ્રમુખ ત્રિકમદાસ પટેલ
વિપુલ નટવરભાઈ પરીખ (પટેલ)
નીતિનકુમાર વિનોદ રાય દેવરૂખકર
અશોક ઉર્ફે અશોક સાહેબ ગોવિંદભાઈ પટેલ
જીતેન્દ્ર ઉર્ફે જીતુ મુખી રમણભાઈ પટેલ
ફુલા શંકરભાઈ વ્યાસ
વીરભદ્રસિંહ સામંતસિંહ ગોહિલ (પોલીસ ઇન્સ્પેક્ટર)
ભીખા ઉર્ફે ભીખાભાઈ ઘંટીવાળા સોમાભાઈ પટેલ
મહેશકુમાર ઉર્ફે માયાભાઇ નટવરલાલ પંચાલ
અરવિંદ ઉર્ફે કા ભાઈ શાંતિલાલ પટેલ
મુકેશ ઉર્ફે લાલો મોહનલાલ પ્રજાપતિ
ADVERTISEMENT