Narmada Dam News: નર્મદાના સરદાર સરોવર ડેમમાંથી તાજેતરમાં જ પાણી છોડાતા ભરૂચ, નર્મદા સહિતના 3 જિલ્લાઓમાં પૂરની પરિસ્થિતિ સર્જાઈ હતી અને મોટા પ્રમાણમાં આ જિલ્લાઓમાં નુકસાન થયું હતું. ત્યારે હવે ફરી એકવાર ડેમમાં પાણીની સપાટીમાં વધારો થતા ડેમના દરવાજા ખોલીને પાણી છોડવામાં આવી રહ્યું છે.
ADVERTISEMENT
ડેમમાંથી કેટલું પાણી છોડાયું?
નર્મદા નદી પર આવેલા સરદાર સરોવર ડેમની સપાટીમાં વધારો થયો છે. ડેમની સપાટી 137.96 મીટરે પહોંચી છે. હાલ ડેમમાં ઉપરવાસમાંથી 1,60,025 ક્યુસેક પાણીની આવક થઈ રહી છે, તેની સામે ડેમના 15 દરવાજા હાલ ખોલવામાં આવ્યા છે અને 2,43,000 ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે. સાથે જ RBPH, CHPHના પાવર હાઉસ પણ ચાલુ કરી દેવામાં આવ્યા છે.
નોંધનીય છે કે, થોડા દિવસો પહેલા જ સરદાર સરોવર ડેમમાંથી પાણી છોડાયા બાદ ભરૂચ, નર્મદા અને વડોદરા જિલ્લામાં પૂર જેવી સ્થિતિ સર્જાઈ હતી. લોકોના ઘરો અને ખેતરો પાણીમાં ગરકાવ થઈ ગયા હતા. અનેક લોકોની ઘરવખરી તણાઈ ગઈ અને ઘર-રસ્તાઓ કાદવમાં દબાઈ ગયા. આ આપદા માનવ સર્જિત હોવાના પણ આરોપ લાગ્યા હતા. એવામાં હવે ફરી એકવાર ડેમમાંથી પાણી છોડાતા ફરી એકવાર છોડાતા લોકો ચિંતિત બન્યા છે.
(ઈનપુટ: નરેન્દ્ર પેપરવાલા)
ADVERTISEMENT