ભરૂચઃ ગુજરાતમાં મેઘરાજા તોફાની બેટિંગ કરી રહ્યા છે તેવામાં મોટાભાગના રાજ્યના ડેમમાં પાણીની સારા પ્રમાણમાં આવક થઈ છે. આ દરમિયાન નર્મદા નદીની જળસપાટીમાં સતત વધારો થતો જોવા મળી રહ્યો છે. પ્રાપ્ત થતી માહિતી પ્રમાણે ભરૂચ પાસે નર્મદા નદીનું લેવલ અત્યારે 28 ફુટને પાર પહોંચી ગયું છે. એનો અર્થ એ થાય કે હવે નદી ભયજનક સપાટીથી 4 ફૂટ વધુ ઉપર વહી રહી છે. વડોદરા અને ભરૂચ જિલ્લાના નિંચાણવાળા વિસ્તારોને એલર્ટ કરી દેવાયા છે. નોંધનીય છે કે બુધવારે પણ નદીની જળસપાટી વધારે ઉપર આવી ગઈ હતી.
ADVERTISEMENT
800થી વધુ લોકોનું સ્થળાંતર કરાયું
ભરૂચ પાસે નિંચાણવાળા વિસ્તારોમાં વસતા 800થી વધુ લોકોનું સ્થળાંતર કરવાની ફરજ પડી છે.
બંગાળની ખાડીમાં લો પ્રેશર
અમદાવાદના અનેક વિસ્તારોમાં જે પ્રમાણે વરસાદ પડી રહ્યો છે. એનું કારણ બંગાળની ખાડીમાં સર્જાયેલું લો પ્રેશર છે. અત્યારે દરિયાકાંઠે તથા માછીમારોને દરિયો ખેડવા જવા માટેની ના પાડી દેવામાં આવી છે. તો બીજી બાજુ રાજ્યના 81 ટકા ડેમ લગભગ પાણીથી ભરાઈ ગયા છે. જે આમ જોવા જઈએ તો ઘણા સારા પ્રમાણમાં ખાબકેલા વરસાદની નિશાની છે.
With Input- Digvijay Pathak
ADVERTISEMENT