અમદાવાદ: રાજ્યની જીવાદોરી સમાન સરદાર સરોવર નર્મદા ડેમ આજે તેની પૂર્ણ મહત્તમ સપાટી સુધી પહોંચી ગયો છે. જેને કારણે આજે રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ માં નર્મદાના વધામણાં કરવા માટે આવી રહ્યા છે. સરદાર સરોવર નર્મદા ડેમની જળસપાટી સીઝનમાં પ્રથમવાર 138 મીટરને પાર થઈને આ વર્ષે પ્રથમવાર છલોછલ ભરાયો છે. નર્મદાનિર્ણય વધામણાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા કરવામાં આવ્યા છે.
ADVERTISEMENT
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ નર્મદા નિર્ણય વધામણાં કરવા અને આ ઐતિહાસિક પળને માણવા મુખ્યમંત્રી ડેમ પર પહોંચ્યા છે. સાંસદ ગીતાબેન રાઠવા સહિત ભાજપના આગેવાનો ડેમ પર પહોંચ્યા હતા. મુખ્યમંત્રી એક્તાનગર હેલી પેડ થી સીધા નર્મદા ડેમપર પહોંચ્યા હતા. જ્યાં બ્રાહ્મણો દ્વારા પૂજા કરી નર્મદા નીરના વધામણાં કરવામાં આવ્યા છે. શ્રીફળ, ચૂંદડી અને પુષ્પ ચઢાવી આરતી કરી હતી સરદાર સરોવર બંધ પૂર્ણ જળસ્તર સપાટીએ ભરાતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે મા નર્મદાના નીરના વધામણા કર્યા છે.
બે વર્ષ બાદ સંપૂર્ણ ભરાયો ડેમ
17 સપ્ટેમ્બર 2017ના દિવસે ડેમના દરવાજા લાગ્યા બાદ ત્રીજી વખત ડેમ સંપૂર્ણ ભરાયો છે. 2017 બાદ વર્ષ 2020માં પણ ડેમ સંપૂર્ણ સપાટીએ ભરાયો હતો. આજે ફરી 15 સપ્ટેમ્બરે ડેમ છલોછલ ભરાયો છે. આજે સવારે 5 કલાકે સરદાર સરોવર નર્મદા ડેમમાં પાણીની સપાટી 138.68 મીટરે પહોંચી હતી. હાલ પાણીની આવક – 2,11,066 ક્યુસેક છે જ્યારે 23 દરવાજા મારફતે 1,50,000 ક્યુસેક પાણીની જાવક નોંધાઇ છે. રીવરબેડ પાવરહાઉસમાંથી 43,155 ક્યુસેક પાણીની જાવક. કેનાલ હેડ પાવરહાઉસમાંથી કેનાલમાં – 17,382 ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે.
ADVERTISEMENT